ફિલ્મી ડાયલોગથી પોલીસને ચેલેન્જ આપતો વિડીયો વાયરલ કરનાર ઇસમને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. - At This Time

ફિલ્મી ડાયલોગથી પોલીસને ચેલેન્જ આપતો વિડીયો વાયરલ કરનાર ઇસમને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.


થોડાં દિવસો અગાઉ સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ થયેલ, જેમાં એક ઇસમ ફોરવ્હીલ ગાડીમાં એક હાથમાં બીયર તથા વ્હીસ્કીની બોટલ રાખી રૂલ બનાના સરકાર કા કામ હૈ ઓર તોડના હમારા કામ હૈ જેવા ફિલ્મી ડાયલોગો વાળો વિડીયો વાયરલ કરવામાં આવેલ,

જેથી આવા પ્રકારના વિડીયોથી સમાજમાં છબી ખરડાય તેમજ અસામાજીક પ્રવૃતિઓને વેગ મળે તેમ હોય, જેને રોકવી જરૂરી હોય આ વિડીયો વાયરલ કરનાર ઇસમને તાત્કાલિક શોધી કાઢવા સારૂ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ચૈતન્ય આર. મંડલીક સાહેબ નાઓએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફના માણસોને સુચના અને માર્ગદર્શન આપેલ,

જે અનુસધાને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી પી.બી.દેસાઇ તથા પો.સ.ઈ.શ્રી આઇ.એસ.રબારી નાઓએ પોતાની ટીમના માણસો સાથે ઉપરોકત વિડીયો બનાવી વાયરલ કરનાર ઇસમને શોધી કાઢવા સારૂ ખાનગી બાતમીદારો મારફતે પ્રયાસ હાથ ધરેલ પો.સ.ઇ. શ્રી આઇ.એસ.રબારી નાઓ વર્ક આઉટ દરમિયાન તા.૦૯/૦૮/૨૦૨૨ ના રોજ મળેલ બાતમી હકીકત આધારે આરોપી મોહમદ ઝૈદ ઉર્ફે ઝૈદુ s/o અબ્દુલકાદર અબ્દુલમજીદ કુરેશી, ઉ.વ.૨૦, રહે. સાતમો માળ, દારે હરમ ફ્લેટ, મચ્છીપીર દરગાહ
પાસે, જમાલપુર, અમદાવાદ શહેર નાને જમાલપુર મચ્છીપીર દરગાહ પાસેથી ઝડપી લીધેલ છે,

પકડાયેલ આરોપીની પુછપરછ કરતાં જણાવેલ કે પોતે અગાઉ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ટુવ્હીલર ગાડીઓ સળગાવવાના કેસમાં તથા ખોખરા પોલીસ સ્ટેશનમાં દેશીદારૂના કેસમાં પકડાયેલ છે તેમજ ત્રણેક મહિના પહેલાં શાહઆલમ શફી મંઝીલ ખાતે રહેતાં પોતાના મિત્ર શાહબાઝખાન ઉર્ફે ટીપુ સાથે ગાળો બોલવા બાબતે ઝઘડો થયેલ જેની અદાવતમાં પોતાના બીજા ૩ મિત્રો સાથે મળી મોડી રાત્રિના સમયે શાહબાઝ ઉર્ફે ટીપુ ના ઘરે ગયેલ પરંતુ શાહબાઝ ઉર્ફે ટીપુ એ દરવાજો નહીં ખોલતાં જોરજોરથી બુમો પાડી ગંદી ગાળોબોલી મારી નાખવાની ધમકી આપેલ,

જે બાબતે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ આ ગુન્હામા નાસતો ફરતો હતો દરમ્યાન ચોરી છુપીથી ઇંગલીશ દારૂનો વેપાર ધંધો કરવા લાગેલ, ગત ઇદ તહેવાર સમયે વટવા મકદુમનગર ખાતે રહેતાં પોતાના મિત્ર આદિલ ઉર્ફે અહુવા શેખ પાસેથી ટાટા નેકસન ગાડી ફરાવા માટે લીધેલ તેની પાસેથી વ્હીસ્કીની ૧ બોટલ તથા બીયરના ટીન નંગ-૪ પણ લીધેલ બાદ જમાલપુર ખાતે આવી પોતાના મિત્ર હૈદરઅલી સૈયદ સાથે મળી પોતે
બંન્ને જણા ગાડીમા બેસી ફરતા હતાં ફરતા ફરતા બીયર પીધેલ બાદ પોતાના મિત્રના મોબાઇલ માફરતે ચાલુ ગાડીએ હાથમાં બીયર રાખી તથા ગીયર પાસે દારુની બોટ્સ રાખેલ વિડીયો બનાવી

” રૂલ બનાના સરકાર કા કામ તોડના હમારા તથા “ મેને કામ ભી વહી કીયા હૈ જીસકી અનુમતિ સરકાર નહી દેતી “ જેવા ફિલ્મી ડાયલોગ સાથે સોશિયલ મિડીયામાં અપલોડ કરેલ.

જે વિડીયો વાયરલ થતાં ન્યુઝ ચેનલોમાં વિડીયો આવતાં પોતે રાજસ્થાન જતો રહેલ ઉદેપુર તથા જુદી જુદી જગ્યાએ હોટલ ગેસ્ટ હાઉસ તેમજ સગા સબંધીના ઘરે રહેતો હતો સોશિયલ મિડીયા ઉપર અન્ય લોકોની સ્ટોરી તથા સ્ટેટસ જોઇને પોતે આ વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ ઉપર ફેમસ થવા માટે અપલોડ કરેલ હોવાની હકીકત જણાવેલ છે,

આરોપી ના નાસતા ફરતા ગુના :-
દાણીલીમડા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૨૨૨૦૪૬૨/૨૦૨૨ ઇપીકો ૨૯૪(ખ),૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ

આરોપીનો ગુનાહીત ઇતિહાસ :-

(૧) સને-૨૦૨૦માં ટુવ્હીલર ગાડીઓ સળગાવવના કેસમાં ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે.

(૨) બે વર્ષ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં દેશીદારુના કેસમાં પકડાયેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.