સાબરકાંઠા ખેડબ્રહ્મા શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 72 મી પુણ્યતિથિ ઉજવવામાં આવી - At This Time

સાબરકાંઠા ખેડબ્રહ્મા શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 72 મી પુણ્યતિથિ ઉજવવામાં આવી


ખેડબ્રહ્મા શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 72 મી પુણ્યતિથિ ઉજવવામાં આવી

ગુજરાતના પનોતા પુત્ર અને જેમની ભારત રત્ન એવોર્ડ થી સન્માનવામાં આવ્યા છે તેવા અખંડ ભારતના શિલ્પી અને જેમને લોખંડી પુરુષથી બિરદાવવામાં આવ્યા છે તેવા સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 72 મી પુણ્યતિથિ નિમિત્તે જ્યારે તેમને સમગ્ર દેશવાસીઓ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર ચોક ખાતે તેમની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તથા તેમની કરેલા આદર્શ કાર્યોને યાદ કરીને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્મા સહિત ગોપાલભાઈ રાવલ નરેન્દ્રસિંહ ચૌહાણ ગોવિંદભાઈ પરમાર ગુડ્ડુ પ્રજાપતિ અનિલભાઈ વણઝારા જગદીશભાઈ ઠાકોર વિશાલભાઈ બાબુભાઈ પ્રજાપતિ જીતુભાઈ વકીલ ભદ્રેશ વસાવા શહીદ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.