સુઈગામ-ભાભર નેશનલ હાઇવેનું કામ હાથી ચાલે ચાલતાં ઊડતી ધૂળની ડમરીઓથી વાહન ચાલકો ત્રાહિમામ.
સુઈગામ થી ભાભર જતા નેશનલ હાઇવે રોડ પર રૂની થી ભાભર વચ્ચેનો ખાડે ગયેલા નેશનલ હાઇવેનું છેલ્લા કેટલાય મહિનાઓથી રોડ પર આવતા પૂલોનું કામ કામકાજ ચાલુ છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામ હાથીચાલે ચલાવી રહેલ છે જેથી કરી કામ પૂરું થતું નથી,અને જયાં જ્યાં કામો ચાલુ છે ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા કપચા તેમજ ડસ્ટ પાઠરેલ છે જેના પર ક્યારેય પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી એટલે રોડ પર ધૂળની ડમરીઓ ઊડતી હોઈ કોઈ મોટા અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે ,ઊડતી ધૂળ અને ડસ્ટની ડમરીઓ ઠેર-ઠેર ખાડાઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા હાથીચાલે ચાલતા કામને લઈ રોડ પર ચાલતા હજારો વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
વાહનોચાલકોમાં એવી ચર્ચાઓ થતી જોવા મળી હતી કે કોન્ટ્રાક્ટર રાજકીય મોટા માથાના ઓથા હેઠળ કામ મેળવી કામને હલકી ગુણવત્તાની સાથે હાથીચાલે કામ કરે છે અને ધૂળની ડમરીઓ ઉડે છે તેમ છતાં ક્યારેય પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી, તેમજ નેશનલ હાઇવે તંત્ર મોટી ટકાવારી લઈ પોતાનું ખિસુ ભરી ઓફિસમાં બેસી રહી કોન્ટ્રાક્ટરનું ખિસ્સું ભરવામાં મદદ કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.