અમરેલી જિલ્લાના કુલ ૧૦ બિન હથિયારી એ.એસ.આઇ. ને તદ્દન હંગામી ધોરણે બઢતી આપી બિન હથિયારી પો.સ.ઈ. તરીકે નિમણૂંક આપવામાં આવી.
અમરેલી જિલ્લાના કુલ ૧૦ બિન હથિયારી એ.એસ.આઇ. ને તદ્દન હંગામી ધોરણે બઢતી આપી બિન હથિયારી પો.સ.ઈ. તરીકે નિમણૂંક આપવામાં આવી.
ગૃહ વિભાગ ગુજરાત સરકારની સૂચના મુજબ બિન હથિયારી પો.સ.ઈ. ની ખાલી જગ્યાઓ સામે બિન હથિયારી એ.એસ.આઇ. ને તદ્દન હંગામી ધોરણે બઢતી પ્રમોશન દ્વારા ભરવા અંગે કુલ રાજ્યના ૬૯૩ બિન હથિયારી એ.એસ.આઇ. ને તદ્દન હંગામી ધોરણે બઢતી આપીને બિન હથિયારી પો.સ.ઇ. તરીકે નિમણૂક આપવા મંજૂરી આપવામાં આવેલ છે.
જે પૈકી ભાવનગર રેન્જના કુલ ૨૫ બિન હથિયારી એ.એસ.આઇ.ને તદ્દન હંગામી ધોરણે બઢતી આપવા અંગેની કાર્યવાહી તા.૦૬/૦૧/૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ હતી. જે અંતર્ગત અત્રે અમરેલી જિલ્લાના કુલ ૧૦ બિન હથિયારી એ.એસ.આઇ.ને તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામાં આવેલ છે. આજરોજ આ તમામ હંગામી ધોરણે બઢતી પામેલા બિન હથિયારી પો.સ.ઈ.ને પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા અભિનંદન આપી અને ભવિષ્યમાં બિન હથિયારી પો.સ.ઈ. તરીકે સારી કામગીરી કરે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.