અમરેલી જિલ્લા મેડિકલ રિપ્રેઝેનટેટીવ અસોસીએશન અમરેલીનું વાર્ષિક ફંકશન 2024 અવધ હેરિટેજ અમરેલી મુકામે યોજાયું
અમરેલી જિલ્લા મેડિકલ રિપ્રેઝેનટેટીવ અસોસીએશન અમરેલીનું વાર્ષિક ફંકશન 2024 અવધ હેરિટેજ અમરેલી મુકામે યોજાયું
તારીખ:૨૬ જાન્યુઆરી શુક્રવાર નાં રોજ કાર્યક્રમ યોજાયેલ હતો.
આ તકે અમરેલી નાં ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ભગિરથભાઈ ત્રિવેદી અવધ ટાઈમ્સના તંત્રી ભરતભાઈ ચૌહાણ સહિત અનેક મહાનુભાવોની હાજરી માં યોગ્ય માર્ગદર્શન મેળવેલ હતું.
આ કાર્યક્રમ માં તેજસ્વી વિદ્યાર્થી નું સન્માન અને અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ નો લાભ લીધેલ હતો, તેમજ બાળકોએ અવધ હેરીટેજ ખાતે ઉપલબ્ધ તમામ ગેમ્સ અને રાઇડ્સ નો આનંદ માણ્યો હતો. એસોસિએશનના મેમ્બર્સ દ્વારા આગામી દિવસોમાં એસોસિએશનને વધુમાં વધુ મજબૂત બનાવવા જનરલ મીટીંગ અને આવનારા કાર્યક્રમની જનરલ મીટીંગ કરેલ હતી
એસોસિએશનના નાં મિત્રો દ્વારા મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યુ હતું. સ્વાગત પ્રવચન હસમુખભાઈ બોરડ,પ્રકાશભાઈ દવે, તારકભાઇ મંકોડી અને આભારવિધિ મનીષભાઈ મકવાણા, રવિભાઈ પંડ્યા, દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમ ને સફળ બનાવવા સુરેશભાઈ મારુ, નિલેશભાઈ કાપડી, ભરતભાઈ નકુમ, કિરીટભાઈ ભુવા, સંજયભાઈ ગોંડલીયા, ઇમરાનભાઈ આગવાન, રવિભાઈ ચાવડા, રવિભાઈગોહિલ,
રોહિતભાઈ શિરોયા તથા ઉદયભાઇ હિરાણી સહિતના કમિટીના મિત્રો એ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ બાદ બધાજ ભોજન લઇ ને છુટા પડ્યા હતા,તેવી પ્રમુખ રવિભાઈ પંડ્યા તથા ઉપપ્રમુખ હિતેશભાઈ માંડલિયા ની યાદી માં જણાવેલ છે..
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.