મેંદરડા ખાતે ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો સહિતના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મેંદરડા ના મુખ્ય રાજમાર્ગો પર મહારેલી યોજવામાં આવેલ હતી
મેંદરડા ખાતે ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહા સંમેલન યોજાયું
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત જુનાગઢ જિલ્લા અધ્યક્ષ સમીરસિંહ વાળા ખાખી મઢી રામજી મંદિર ના મહંત સુખરામદાસ બાપુ મેંદરડા તાલુકા કરણી સેના પ્રમુખ ચાપરાજભાઈ જેબલીયા સહિતના ક્ષત્રિય સમાજ આગેવાનો યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નેજા હેઠળ આજે બપોરે દિપાલી પાર્ક સાસણ રોડ થી લઈ મેંદરડા જુનાગઢ બાયપાસ રોડ પર આવેલ શહિદ ભગતસિંહજી ના સ્ટેચ્યુ સુધી મહારેલી યોજાયેલ અને સાંજે મેંદરડા જુનાગઢ ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્ષત્રિય સમાજની એકતાનું જીલ્લા સ્તરનું શક્તિ પ્રદર્શન કરવામાં આવેલ દરેક ક્ષેત્રમાં રાજકીય વ્યવસાયિક શૈક્ષણિક અને રોજગારી સહીત સમાજને પ્રતિનિધિત્વ અપાવવું એ દાઈત્ય હોય જેથી આવનારા દિવસોમાં જ્યાં જ્યાં સમાજનું પ્રભુત્વ છે ત્યાં સરપંચથી લઈને સાંસદ સુધી પ્રતિનિધિત્વ મળવું જોઈએ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જે પાર્ટી સમાજના પ્રભુત્વ વાળા વિધાનસભાઓ માં સમાજને ઉમેદવારી આપવામાં આવશે એમની સાથેજ સમાજ જોડાસે અને વિજય બનાવવા માટે પૂરો સાથ સહકાર આપવામાં આવશે જો ટિકિટો નહીં આપવામાં આવે તો સમાજના ઉમેદવારને અપક્ષમાં ઉમેદવારી અપાવી વિજય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે જૂનાગઢની સાથે સાથે આવનારા દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ક્ષત્રિય એકતા મહારેલી અને મહા સંમેલનનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સમાજને ન્યાય અને અધિકાર અપાવવા માટે ભારત દેશના નિર્માણ માટે અખંડ ભારતની સ્થાપના માટે જ્યારે ૫૬૭ રજવાડાઓ સમર્પિત કરવામાં આવેલા હતા અને આજે એ જ સમાજને હાંશિયા ઉપર ધકેલી દેવામાં આવેલ છે અને લોકતંત્ર લોકશાહીમાં રજવાડા પાછા મેળવવા ચુનાવી પ્રક્રિયાથી સમાજને પ્રસાર થવું પડી રહ્યું છે ઓછામાં ઓછી ૩૦% (૫૫) સીટો સુધીની દાવેદારી તમામ ચૂંટણીઓમાં નોંધાવવામાં આવશે, રાજનૈતિક પાર્ટીયા હંમેશા જાતિગત સમીકરણોના આધારે ચૂંટણીઓમાં ટિકિટોનુ વિતરણ કરતી હોય છે હવે એજ ક્ષત્રિય સમાજનું જાતિગત સમીકરણ ગામડે ગામડે સ્થાપિત કરવામાં આવેલ છે ત્યારે પ્રતિનિધિત્વના હકદાર ક્ષત્રિય સમાજ છે જ ત્યારે કરણી સેના ન્યાય અને અધિકાર મેળવવા માટે હકો માંગી રહ્યું છે એટલા માટે એક ક્ષત્રિય એકતા યાત્રા અને ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહા સંમેલનનું આયોજન કરી રહી છે માથાઓ ગણાવી રોટી વ્યવહાર કરાવી સમાજમાં પડેલા ફાટાઓ દૂર કરી સમાજમાં વાદવિવાદ સહિત અન્ય ગતિવિધિઓ બંધ કરી સમાજને શક્તિશાળી બનાવવાનું કાર્ય યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે દરેક ક્ષેત્રમાં સમાજનું સર્વાંગી વિકાસ એ જ ધ્યેય સાથે ક્ષત્રિય સમાજ આગે કુછ કરી રહી છે રીપોર્ટીંગ -કમલેશ મહેતા મેંદરડા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.