સરકારી વિનયન અને વાણિજય કૉલેજ નેત્રંગ ખાતે ‘ગીતાજયંતી’ ના પાવન અવસર નિમિત્તે ઊજવણી કરવામાં આવી
સરકારી વિનયન અને વાણિજય કૉલેજ નેત્રંગ ખાતે 'ગીતાજયંતી' ના પાવન અવસર નિમિત્તે ઊજવણી કરવામાં આવી
તા.૦૩/૧૨/૨૦૨૨,શનિવાર
સરકારી વિનયન અને વાણિજય કૉલેજ, નેત્રંગ જિ.ભરૂચ ખાતે 'ગીતાજયંતી' ના પાવન અવસર નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનુ આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ.જી.આર. પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ કૉલેજ પરિવાર દ્વારા કરવામા આવ્યુ હતું. જેમા આચાર્યશ્રીએ પ્રસંગને અનુરુપ વક્તવ્ય આપ્યુ હતું.ત્યારબાદ સંસ્કૃતવિભાગાધ્યક્ષ ડૉ. સંજય કુમાર.આર.વસાવા દ્વારા ગીતાજયંતી વિશે પોતાનુ વકતવ્ય રજુ કર્યુ હતું. અંતે વિડિયો દ્વારા અધ્યાય-15 નું માહાત્મ્ય વિશે શ્લોકગાન કરવામાં આવ્યું.અને આભાર વિધિ હિન્દી વિભાગના અધ્યાપકશ્રી ધવલભાઇ ચૌધરી દ્વારા કરવામા આવેલ. ડૉ. યોગેશકુમાર ચૌધરી. પ્રા.પ્રકાશભાઈ પરમાર તથા સવૅ અધ્યાપકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી અને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામા આવ્યો હતો.તથા ગીતા જયંતિ Online Quiz નું આયોજન ડૉ. સંજય કુમાર આર.વસાવા અને પ્રા.નરેશભાઈ બી.વસાવા સંસ્કૃતવિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.