વલસાડમાં દારૂની મહેફિલ કરી રહેલા 4 પોલીસકર્મીઓ સહિત 19ની ધરપકડ
અમદાવાદ, તા. 27 જુલાઇ 2022, બુધવાર રાજ્યમાં દેશી દારૂનો લઈને લઠ્ઠા કાંડ ચર્ચાનો વિષય બન્યો છે. બોટાદના રોજીદમાં કેમિકલ કાંડ બાદ ગુજરાતમાં 41 લોકોના મોત થયા હતા. આ લઠ્ઠાકાંડથી 117 લોકો સારવાર હેઠળ છે. ત્યારે કાંડ પછી ગુજરાત પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. આ વચ્ચે એક બીજી ઘટના સામે આવી છે. વલસાડમાં SPને મળેલી બાતમીના આધારે પોલીસે એક દારૂની પાર્ટી પર દરોડા પાડીને 19 લોકોને રંગેહાથ પકડ્યા છે.અડધી રાત્રે વલસાડ જીલ્લાના પોલીસ પ્રમુખ ડૉ રાજદીપ સિંહ ઝાલાએ વલસાડની પાસે અતુલની એક સોસાયટીના એક ઘરમાં દરોડા પાડ્યા હતા. નવાઇની વાત એ છે કે, આ દારૂની મહેફિલમાં પોલીસ ખૂદ પણ મહેફિલમાં સામિલ હતી. નાનાપોઢાના PSI તેના મિત્રના બંગ્લામાં 3 કોસ્ટબલ સહિત 19 ઇસમો સાથે દારૂની મહેફિલ કરી રહ્યાં હતા. આ સાથે જ મોંઘાભાવનો વિદેશી દારૂનો જથ્થો અને 5 કાર અને 2 બાઇકને સીઝ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.