સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશભાઈ શાહ સાથે ટ્રસ્ટી મંડળના દેવેન્દ્ર જૈન, નુતનબેન દેસાઈ સદભાવના વૃધ્ધાશ્રમનાં શુભાર્થે યોજાયેલ પૂ. મોરારિબાપુની વૈશ્વિક "માનસ સદભાવના'' રામકથામાં ખાસ મુંબઈથી પધાર્યા - At This Time

સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશભાઈ શાહ સાથે ટ્રસ્ટી મંડળના દેવેન્દ્ર જૈન, નુતનબેન દેસાઈ સદભાવના વૃધ્ધાશ્રમનાં શુભાર્થે યોજાયેલ પૂ. મોરારિબાપુની વૈશ્વિક “માનસ સદભાવના” રામકથામાં ખાસ મુંબઈથી પધાર્યા


સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશભાઈ શાહ સાથે ટ્રસ્ટી મંડળના દેવેન્દ્ર જૈન, નુતનબેન દેસાઈ

સદભાવના વૃધ્ધાશ્રમનાં શુભાર્થે યોજાયેલ પૂ. મોરારિબાપુની વૈશ્વિક "માનસ સદભાવના'' રામકથામાં ખાસ મુંબઈથી પધાર્યા

રાજકોટ. વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય ડૉ. ગીરીશ શાહ સાથે ટ્રસ્ટી મંડળના દેવેન્દ્ર જૈન, નુતનબેન દેસાઈ સદભાવના વૃધ્ધાશ્રમનાં શુભાર્થે યોજાયેલ પૂ. મોરારિબાપુની વૈશ્વિક "માનસ સદભાવના'' રામકથામાં ખાસ મુંબઈથી પધાર્યા.
અત્રે ઉલેખનીય છે કે, સમસ્ત મહાજન વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, પ્રાણીઓની સુખાકારી માટે પ્રયત્નશીલ રહે છે. ડો. ગિરીશભાઇ શાહ સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી છે. 1996 નાં દાયકાના અંતમાં, ચમત્કાર જેવી ઘટનાએ ગિરીશભાઈનાં જીવનનો માર્ગ બદલી નાખ્યો. ગિરીશભાઈને ત્રણ જૈન સાધુઓએ જુદા જુદા પ્રસંગે ગૌરક્ષા અને પશુ કલ્યાણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની સલાહ આપી. સમસ્ત મહાજને ઓગસ્ટ, 2002 માં કામ કરવાનું શરૂ કર્યું હતું. સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહે એક સૂત્ર સાથે આગળ વધવાનું શરૂ કર્યું. "સેવા અને રક્ષણ કરો". ૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. ગિરીશભાઇ શાહ હીરા બજાર સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય વ્યાપારી છે. જેમની ભારત, અમેરિકા, યુરોપ સહિતના વિવિધ દેશોમાં પોતાની ઓફીસ છે. વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે.
સમસ્ત મહાજનનાં વિવિધ સેવાકાર્યો પર્યાવરણ સંરક્ષણ, દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ, ભોજન રથ, જીવદયા રથ, ગ્રામ વિકાસ, તળાવ / ચેકડેમનું નવીનીકરણ, શૈક્ષણિક સહાય, કુદરતી આફતો દરમ્યાન રાહત કામગીરી જેવા સેવાકાર્યોમાં ગિરીશભાઇ હંમેશા અગ્રેસર રહીને સેવા આપે છે. કાઉ પ્લાન સમસ્ત મહાજન દ્વારા વર્ષમાં ૮ વખત દેશના વિવિધ રાજ્યોમાં.ગૌશાળા-પાંજરાપોળોનાં સંચાલકો માટે પ્રવાસી તેમજ નિવાસી સંમેલનનું પણ આયોજન થતું હોય છે. આ સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા-પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક-સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરવામાં આવે છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.