વડોદરા કોર્પોરેશનને પ્રોત્સાહક વેરા વળતર યોજનામાં અત્યાર સુધીમાં 110 કરોડની આવક થઈ - At This Time

વડોદરા કોર્પોરેશનને પ્રોત્સાહક વેરા વળતર યોજનામાં અત્યાર સુધીમાં 110 કરોડની આવક થઈ


વડોદરા, તા. 14 ઓગસ્ટ 2022 રવિવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ચાલુ વર્ષે  લોકો માટે એડવાન્સમાં મિલકત વેરો ભરપાઈ થઈ શકે તે માટે પ્રોત્સાહક વેરા વળતર યોજના ગઈ તારીખ 1 જુલાઈ થી અમલમાં મૂકી છે. તારીખ 10 ઓગસ્ટ સુધીમાં કોર્પોરેશનને આશરે 110 કરોડની આવક થઈ છે. આશરે 1,68,000 લોકોએ આ યોજનાનો લાભ અત્યાર સુધીમાં લીધો છે. આ યોજના રહેણાક અને ધંધાદારી બંને પ્રકારની મિલકતોના માલિકો માટે છે. કોર્પોરેશનની વોર્ડ નંબર 1 થી 19 સુધીની તમામ વોર્ડ કચેરીએ  વેરો ભરવા માટે લોકો આવી રહ્યા છે. કારણ કે આ યોજના 31 ઓગસ્ટે પૂર્ણ થઈ રહી છે. આ યોજના મુજબ  તારીખ 1થી 31 જુલાઈ સુધીમાં વેરો ભરનારાઓ માટે રહેણાંક મિલકતમાં 10 ટકા અને ધંધાદારી મિલકત માટે 5 ટકા રીબેટ આપવાનું હતું. જુલાઈ મહિના દરમિયાન અંદાજે 1,58,000 લોકોએ વેરો ભરી દીધો હતો, જેની કોર્પોરેશનને આશરે 103 કરોડની આવક થઈ હતી. તારીખ 1 ઓગસ્ટથી તારીખ 10 ઓગસ્ટ સુધીમાં વેરો ભરનારને રહેણાંક મિલકત માટે 7 ટકા અને ધંધાદારી મિલકત માટે 5 ટકા વળતર અપાશે. ચાલુ મહિને અત્યાર સુધીમાં અંદાજે 9,500 લોકોએ વેરો ભરી દીધો છે. કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે મિલકત વેરાની આવક નો લક્ષ્યાંક 503 કરોડ નક્કી કરવામાં આવ્યો છે. આ વર્ષે કોર્પોરેશન  આઠ લાખ બિલ આપવાની છે.જો વળતર યોજના દરમિયાન 2.10 લાખ લોકો એડવાન્સમાં વેરો ભરે તો કોર્પોરેશનને આશરે 150 કરોડની આવક પ્રાપ્ત થાય તેવી ધારણા છે. જોકે આના બદલામાં કોર્પોરેશન આશરે 12 કરોડ વળતર પેટે ચૂકવશે. જુલાઈ મહિનામાં કોર્પોરેશને આશરે 6 કરોડ રૂપિયાનું વળતર ચૂકવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.