રાજકોટ શહેરમાં દિવાળી તહેવાર અનુસંધાને ફટાકડા સ્ટોલ માટેની હરરાજી યોજાઈ. - At This Time

રાજકોટ શહેરમાં દિવાળી તહેવાર અનુસંધાને ફટાકડા સ્ટોલ માટેની હરરાજી યોજાઈ.


રાજકોટ શહેર તા.૧/૧૦/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે દિવાળીના તહેવારોના અનુસંધાનેના ફટાકડા સ્ટોલ માટેની જાહેર હરરાજી યોજવામાં આવેલ હતી. ૩ સ્થળ ખાતે ફટાકડાનાં સ્ટોલ આપવા માટે હરરાજી યોજાઈ (૧) નાનામવા સર્કલ ખાતે ત્યાં ૨૩ સ્ટોલ, (૨) સાધુવાસવાણી રોડ રાજ પેલેસ સામે ત્યાં ૧૫ સ્ટોલ (૩) રૈયા રોડ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસે ત્યાં ૧૦ સ્ટોલ ખાતેની હરરાજી યોજાઈ. તમામ સ્થળ ખાતેનાં કુલ ૪૮ સ્ટોલ ભાડે આપાયેલ છે. હરરાજીમાં કુલ ૬૦ વ્યક્તિઓએ ભાગ લીધેલ હતો. આ કામે રાજકોટ મહાનગરપાલિકાને અંદાજીત રૂ.૧૦ લાખ જેટલી આવક થશે. આ તમામ સ્ટોલ ૧૫x૧૫ નાં રહેશે અને તા.૧૫ થી તા.૨૪ ઓક્ટોબર સુધી ભાડે આપવામાં આવશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.