રાજકોટ મહાનગરપાલિકા સ્વસ્થ બાળક સ્પર્ધાના વિજેતા બાળકોને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા સ્વસ્થ બાળક સ્પર્ધાના વિજેતા બાળકોને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.


રાજકોટ શહેર તા.૧/૧૦/૨૦૨૨ ના રોજ મહિલા અને બાળકોના શિક્ષણ અને સ્વાસ્થય પરત્વેની પ્રવૃતિઓ વધુ સઘન રીતે અમલમાં આવી શકે અને તેની ફલશ્રૃતી થઈ શકે તે હેતુથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષની જેમ વર્ષ-૨૦૨૨ ના સપ્ટેમ્બર માસને ‘પોષણમાહ’ તરીકે ઉજવવાની સુચના મળેલ છે. ભારત સરકારશ્રીની સુચના અને ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ હાલ રાજકોટ મહાનગરપાલિકાના ICDS વિભાગ દ્વારા ‘પોષણમાહ’ ની ઉજવણી દરેક આંગણવાડીઓ ખાતે કરવામાં આવે રહી છે. ‘પોષણ પરત્વેની જાગૃતિ’ થીમ બઈઝ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારશ્રીની કચેરીના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના મળેલ પત્રમાં જણાવ્યા મુજબ પોષણમાહ ૨૦૨૨ ની ઉજવણીના ભાગરૂપે સ્વસ્થ બાળક સ્પર્ધા નું આયોજન કરવા સૂચવવામાં આવેલ છે. સ્પર્ધામાં આંગણવાડીના બાળકોને ભાગ લેવાનો હોય અને સરકારશ્રીની કચેરીથી મળેલ રૂપરેખા પ્રમાણે કાર્યવાહી કરેલ હતી. સરકારશ્રીની કચેરીના પત્ર અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના અર્બન ICDS વિભાગે સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન તા.૩૦/૯/૨૦૨૨ ના રોજ પરિક્ષિત બાલવાડી ઇગલ પેટ્રોલપંપની સામે કુમાર છાત્રાલય ના કમ્પાઉન્ડમાં સવારે ૧૦ કલાકે રાખવામા આવેલ હતી. સ્વસ્થ બાળ વિજેતા જાહેર કરતા પહેલા કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે સેજા કક્ષાની આંગણવાડીઓ ખાતે સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૬ માસ થી ૫ વર્ષના સેજા કક્ષાના તમામ બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. જે તમામની  આરોગ્ય શાખાની ટીમ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવેલ હતી અને સેજા કક્ષા એ વિજેતા બાળકો માટેની સ્પર્ધાનું આયોજન તા.૩૦/૯/૨૦૨૨ ના રોજ કરવામાં આવેલ છે. જેમાં સેજા કક્ષા એ વિજેતા બાળકોને ૭ માસ થી ૩ વર્ષ અને ૩ વર્ષ થી ૫ વર્ષ બાળકોને બે ગૃપમાં ભાગ પાડવામાં આવેલ અને તમામ ગૃપમાંથી વિજેતા બાળકોને ૧ થી ૩ નંબર આપવામાં આવેલ છે તેમજ તમામ વિજેતા બાળકોને ઇનામ આપવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના કાર્યરત ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનના ૬ બાળકોને ઈનામો અપાયેલ છે અને રાજકોટ શહેરના કુલ-૧૮ સ્વસ્થ બાળકોને ઈનામો આપવામાં આવેલ છે. તેમજ ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવેલ છે. કાર્યક્રમમાં હાજર તમામ બાળકો તથા વાલીઓને પ્રોત્સાહન આપવા રાજકોટ શહેરના શાસકપક્ષના માનનીય નેતા શ્રી વિનુભાઈ ધવા, રાજકોટ શહેરના માનનીય ડેપ્યુટી મેયર શ્રી દર્શિતાબહેન શાહ તેમજ શુશિ કલ્યાણ વિભાગના ચેરમેન માનનીયશ્રી જ્યોત્સનાબહેન ટીલાળા ખાસ ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ICDS શાખા અધિકારીશ્રી હિરાબહેન રાજશાખા, CDPO શ્રી મનિષાબા ઝાલા, તૃપ્તીબહેન કામલીયા તેમજ તમામ સેજાના સુપરવાઈઝર અને આંગણવાડી વર્કર-હેલ્પર ઉપસ્થિત હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon