ધંધુકા તાલુકામાં મુસ્લિમોના પવિત્ર રમજાન માસનો પ્રારંભઃ ૧૩ કલાકથી વધુ લાંબા રોજા - At This Time

ધંધુકા તાલુકામાં મુસ્લિમોના પવિત્ર રમજાન માસનો પ્રારંભઃ ૧૩ કલાકથી વધુ લાંબા રોજા


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકામાં મુસ્લિમોના પવિત્ર રમજાન માસનો પ્રારંભઃ ૧૩ કલાકથી વધુ લાંબા રોજા

મુસ્લિમ સમુદાય એક મહિના ભૂખ્યા-તરસ્યા રહી ઈબાદત કરશે

અમદાવાદ જીલ્લા ના ધંધુકાના તાલુકાના મુસ્લિમોના પવિત્ર રમજાન માસનો ૧૨મી માર્ચના મંગળવારથી પ્રારંભ સોમવારે સાંજે ચાંદ દેખાયાની શરઈ ગવાહી મળતાં ગુજરાત ચાંદ કમિટીએ વિધિવત્ રીતે જાહેરાત કરી છે કે, ૧૨મી માર્ચથી રમજાન માસનો પ્રારંભ થશે, આ સમગ્ર મહિના દરમિયાન મુસ્લિમ સમુદાય ભૂખ્યા-તરસ્યા રહીને રોજા-ઉપવાસ રાખશે, આ વખતે ૧૩ કલાક કરતાં વધુ લાંબા સમયના રોજા રહેશે, વહેલી સવારે ૫.૩૧ કલાકે એટલે કે સૂર્યોદયના સમયે સહેરીનો સમય રહેશે જ્યારે સૂર્યાસ્તનો સાંજે ૬.૫૦ કલાકનો સમય છે, એ સમયે ઈફ્તારીનું આયોજન થશે. રમજાન માસનો પ્રારંભ થાય તે પહેલાં જ વિવિધ ઈફ્તાર સમયે ઉપયોગમાં લેવાતાં વિવિધ ફ્ળ-ફળાદિ અને ખજુરના ભાવ આસમાને પહોંચી ગયા છે. સોમવારે સાંજે રમજાન માસનો ચાંદ દેખાતાં સોમવારથી જ મસ્જિદોમાં તરાવીહની વિશેષ નમાજનો પ્રારંભ થયો હતો, સમગ્ર માસ દરમિયાન મુસ્લિમો વિશેષ ઈબાદત અને રોજા રાખશે, રમજાન માસ પૂર્ણ થાય એટલે ખુશી મનાવવા માટે ઈદનો તહેવાર ઉજવશે. સૂર્યોદય પહેલાં સહેરીનો સમય હોય છે એ અરસામાં ભોજન કરાય છે, એ પછી સૂર્યાસ્ત સુધી ભૂખ્યા- તરસ્યા રહેવું પડે છે. રમજાન માસનો ચાંદ દેખાયો એ પછી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોએ પવિત્ર રમજાન માસની એકબીજાને મુબારકબાદી પેશ કરી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.