હિંમતનગર તાલુકાના સઢા ગામે મેડિકલ કેમ્પ યોજવમા આવ્યો - At This Time

હિંમતનગર તાલુકાના સઢા ગામે મેડિકલ કેમ્પ યોજવમા આવ્યો


હિંમતનગર તાલુકાના સઢા ગામે આવેલ હસમુખરાય બાવજી મંદિર ખાતે ગત પૂનમના રોજ જય હરિભક્ત મંડળ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં એચસીસી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગાંભોઈના ડો.તુષાર ડુમાણીયા અને મેવો ગાયનેક હોસ્પિટલ હિંમતનગરના ડો.વિશાલ પ્રજાપતિ દ્વારા ફેફસા-હૃદય, હાડકા, સ્નાયુ, ચામડી, કાન, નાક, ગળા, સ્ત્રી રોગ સહિતના ૧૩૦ ઉપરાંત અલગ અલગ રોગોના દર્દીઓની શારીરિક તાપસ કરી જરૂરિયાત મુજબની દર્દીઓને રાહત દરે દવાઓ આપી હતી. ગામના માજી સરપંચ રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ જય હરિભક્ત મંડળના સંચાલક કચરાભાઈ રબારી સહિત કાર્યકરો દ્વારા મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરાયું હતું.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.