મેન્યુફેક્ચરિંગની તાકાત વધે, ઉદ્યોગોનું સામર્થ્ય વધે તો લાભ રાજકોટને મળે મોદી - At This Time

મેન્યુફેક્ચરિંગની તાકાત વધે, ઉદ્યોગોનું સામર્થ્ય વધે તો લાભ રાજકોટને મળે મોદી


કાર્યકરોને અપીલ કરી ઘરે ઘરે જઇને બધાને કહેજો મોદી આવ્યા’તા, તમને પ્રણામ પાઠવ્યા છે

વડાપ્રધાન મોદીએ ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારની અંતિમ જાહેરસભા રાજકોટમાં યોજી

મારું તો સૌભાગ્ય છે, મારી તો રાજકીય કારકિર્દીની દુનિયા જ નહોતી, આ રાજકોટે મને બોલાવ્યો, પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો, આ રાજકોટની માટીનું ઋણ તો હું ક્યારેય નહીં ભૂલી શકું, ભાજપની નીતિરીતિ લોકોના વિશ્વાસને અતૂટ કરતી જાય છે, આઝાદીના 75 વર્ષ થયા અહીંયા સુધી પહોંચ્યા છીએ પરંતુ હવે આપણે એક એક રન નથી કરવાનો, સેન્ચૂરીથી ઓછું કઇ નહીં એ માટે ગતિ તેજ કરવી જોઇએ, એક જમાનો હતો આ ગુજરાતમા સાઇકલ નહોતી બનતી, આજે ગુજરાત હવાઇ જહાજ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે,


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.