શહેરા તાલુકાના વાંટાવછોડા ખાતે બનાવામા આવેલા પંમ્પિગ સ્ટેશનની મુલાકાત કરતા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ - At This Time

શહેરા તાલુકાના વાંટાવછોડા ખાતે બનાવામા આવેલા પંમ્પિગ સ્ટેશનની મુલાકાત કરતા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ


શહેરા,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વાંટાવછોડા ખાતે પાનમ હાઈલેવલ કેનાલ ઉદવહન સિંચાઈ યોજના આધારિત બનાવામા આવેલા પંમ્પિગ સ્ટેશનની મુલાકાત શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે લીધી હતી.અને પાનમ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

શહેરા તાલુકાના ખેડુતોને સિંચાઈનુ પાણી બારેમાસ મળી રહે તે માટે પામન પાનમ હાઈલેવલ કેનાલ આધારિત ઉદવહન સિંચાઈ યોજના અમલી બની રહી છે.શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે વાંટાવછોડા પંમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ સમયે પાનમ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અને જરુરી કામગીરીનુ નિરિક્ષણ પણ કર્યુ હતુ.સાથે સાથે કેનાલમાથી કેવી રીતે પમ્પિગ દ્વારા તળાવો ભરી શકાય છે.તે કામગીરીનુ પેનલ બટન દબાવીને નિરિક્ષણ કર્યુ હતુ. આ યોજના અંતગર્ત મહિસાગર.પંચમહાલ જીલ્લાના કુલ 85 જેટલા ગામોના તળાવોને ઉદહવનના માધ્યમથી ભરવામા આવશે,આ યોજનાથી તળાવો પાણીથી છલોછલ ભરાઈ જશે,તેનાથી ખેડુતો હવે ચોમાસાની સાથે સાથે અન્ય સિઝનમાં સિંચાઈ કરી શકશે.સાથે સાથે તેમને પંમ્પિગ સ્ટેશનના પંટાગણમાં વૃક્ષારોપણ કર્યુ હતુ. પાનમવિભાગના અધિકારીઓ,સહિત પાઈપલાઈન નાખનારી કંપનીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.