મેંદરડા માં અનેક વિસ્તારોમાં માનવ ભક્ષી દીપડા ના આટા ફેરા અને દાત્રાણા વેકરા વિસ્તારમાં દીપડાના ફૂટમાર્ક દેખાતા લોકોમાં ભયનો માહોલ - At This Time

મેંદરડા માં અનેક વિસ્તારોમાં માનવ ભક્ષી દીપડા ના આટા ફેરા અને દાત્રાણા વેકરા વિસ્તારમાં દીપડાના ફૂટમાર્ક દેખાતા લોકોમાં ભયનો માહોલ


મેંદરડા: મેંદરડાના અનેક વિસ્તારોમાં માનવ ભક્ષી દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ

મેંદરડા ના દાત્રાણા રોડ પર ખેતરમાં દીપડાના ફુટ માર્ક જોવા મળ્યા

મેંદરડાના દાત્રાણા રોડ ઉપર વાડી ધરાવતા ખેડૂત પરસોત્તમભાઈ ભીખુભાઈ ઢેબરીયાના ના ખેતર મા દિપડા ના ફુટ માર્ક જોવા મળ્યા છે ત્યારે વેકરા વિસ્તાર મા અવારનવાર જંગલી પશુઓ અને ખાસ કરીને ખુંખાર દીપડા ચડી આવતા હોય છે હાલ ખેતરોમાં પરપ્રાંતિય મજુરો પરીવાર સાથે ખેત મજુરી કરી ખેતરોમાં જ વસવાટ કરતાં હોય છે

ત્યારે રાત્રિના અંધકારનો લાભ લઇ માનવ ભક્ષી દીપડો લોકો પર હુમલાઓ કરતા હોય છે અને લોકોને ફાડી ખાતા હોય છે ત્યારે ખેડૂતો અને ખેત મજુરો ને રાત્રી સમય દરમ્યાન ખેતર મા કે ખુલ્લા મા સુવુ નહી કારણ કે દીપડો ગમે ત્યારે હુમલો કરી શકે છે અને જીવનુ જોખમ સતત રહેલુ છે

જેથી તમામ ખેડૂતો એ ખુલ્લા મા સુવુ નહી અને ઢોરઢાંખરને ખુલ્લા માં ન રાખવા તમામ પશુઓને બંધ મકાન માં બાંધી રાખવા પડે તેવુ જોખમ ઉભું થયું છે થોડા દિવસો પહેલા અમરગઢ રોડ પર માનવ ભક્ષી દીપડાએ એક સાડા ચાર વર્ષ બાળકને ફાડી ખાધેલ હતો ત્યારબાદ સાસણ રોડ પર સરપંચના રહેણાંક વિસ્તારમાં દીપડો સીસી ટીવી કેમેરામાં કેદ થયેલો હતો અને સાત વડલા, મણિનગર વિસ્તારમાં પણ અનેક વખત દીપડો દેખાયો છે અને ત્રણ દિવસ પહેલા ઝીંઝુડા રોડ પર ગોવિંદપાર્ક માં દીપડાએ એક વાછરડાનો શિકાર કરી ફાડી ખાધેલ વાછરડા નો મૃતદેહ મળ્યો હતો

અગાઉ પણ સમાચાર પત્રો ના માધ્યમથી અને વન વિભાગ દ્વારા લોકોને દીપડાના હુમલા થી બચવા માટે વાકેફ કરવામાં આવેલ છે છતાં દિન પ્રતિદિન અનેકવાર દીપડાઓ રહેણા વિસ્તારમાં અને ખેતરોમાં જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્ચ કરી દિપડાઓને પકડવામાં આવે તેવી લોક માંગણી ઊઠવા પામી છે

રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.