બાલાસિનોર જે.કે.સિમેન્ટ વર્ક્સ દ્વારા ટી.બી.ના 180 દર્દીને દતક લેવામાં આવ્યા
મહીસાગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ બાલાસિનોર તાલુકાના ટીબીના દર્દીને પોષણ આહાર કીટનું આયોજન કરવામાં આવ્યું હતું. નિ-ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત જે.કે.સિમેન્ટ વકર્સ દ્વારા બાલાસિનોર તાલુકાના કુલ 180 દર્દીને સારવાર શરૂ રહે ત્યાં સુધી પ્રોટીન યુક્ત આપવમાં આવશે. બાલાસિનોર શહેરના ટીબી કીટ રોગના દર્દીઓને પોષણ કીટ અપાઈ હતી તથા હવે સરકારના નિ-ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્રના માર્ગદર્શન દ્વારા ટીબીના હાલ સારવાર પરના 180 દર્દીઓને કીટ અપાશે.
આ કીટ સાથે દર્દીઓને હુંક આપી એમની સાથે નિયમિત સંપર્કમાં રહી આત્મીયતા બાંધી જે.કે.સિમેન્ટના એચ.આર.મનીષ તિવારીજી દ્વારા એમના સ્વાસ્થ વિશે માહિતી પણ એકત્રિત કરવામાં આવશે. વધુમાં આ અંગે WHO વડોદરા ઝોનના હાર્દિક નકસીવાલા દ્વારા બાલાસિનોર શહેરના ટીબીના દર્દીને વહેલી તકે પોતાના સ્વાસ્થમાં સુધારો અને બાલાસિનોર શહેરના ટીબીના દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે અને હવે ઝીરો ટીબી કેસ તરફ પ્રયાસરત છે અને વધુમાં વધુ ટીબી રોગીઓની સહાયતા કરવાનો સંકલ્પ લઈને બાલાસિનોર શહેરના સામાન્ય નાગરિક, જનપ્રતિનિધિ, બિનસરકારીસંસ્થા, કોર્પોરેટ સંસ્થાને નિ-ક્ષય મિત્ર બનવા જાણ કરવામાં આવી હતી.
આ અંગે આ મહિનાની કીટ વિતરણમાં તાલુકા આરોગ્ય અધિકારી, અર્બન હેલ્થ સેન્ટર મેડિકલ ઓફિસર, તાલુકા ટીબી ટિમ બાલાસિનોર, જિલ્લા ટીબી ટિમ મહીસાગર અને તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે હાર્દિક નકસીવાલા દ્વારા કીટ ની ઉપયોગીતા વિશે દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.