સાબરકાંઠા જિલ્લા બાગાયત વિભાગની નવતર પહેલ
*હિંમતનગર ખાતે ઈ એફ.આઈ. આર ,રોડ સેફ્ટી,સાઇબર ક્રાઇમ અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં કારકિર્દી સંદર્ભે કાર્યક્રમ યોજાયો*
*******
સાબરકાંઠા જિલ્લામાં નલિકાંત ગાંધી ટાઉનહોલ હિંમતનગર ખાતે શ્રી હિંમત હાઇસ્કુલ હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિશાલ વાઘેલાની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓ માટે ઈ.એફ.આઈ. આર ,રોડ સેફ્ટી,સાઇબર ક્રાઇમ અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં કારકિર્દી સંદર્ભે કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિશાલ વાઘેલાએ વિદ્યાર્થીઓને પોલીસ ડિપાર્ટમેન્ટ કેવી રીતે કામ કરે છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય તે સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં તેમણે વિધ્યાર્થીઓને સ્ટડી પ્લાનિંગ અને ડિપ્રેશનમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય તે અંગે ચર્ચા કરી હતી. યુ.પી.એસ.સી પાસ કરીને આઈ.એ.એસ અને આઈ.પી.એસ કેવી રીતે બની શકાય તે અંગે વિદ્યાર્થીઓને જાણકારી આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગરના પી.એસ.આઇ શ્રી જોષીએ વિધ્યાર્થીઓને ઈ એફ.આઈ. આર અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પી.આઇ રાઠવાએ સાઇબર ક્રાઇમ વિશે વિધ્યાર્થીઓને મહત્વની માહિતી પૂરી પાડી હતી. પ્રાદેશિક વાહન વ્યહવાર અધિકારી શ્રી પ્રજાપતિએ રોડ સેફ્ટી તથા માર્ગ અકસ્માતથી કેવી રીતે બચી શકાય તે અંગે વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી.
આ કાર્યક્રમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, શાળાના આચાર્યશ્રી એસ.એસ પટેલ ,શિક્ષકમિત્રો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
abidali bhura himatnagar
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.