રાજકીય પક્ષો/ઉમેદવારોની જાહેરાત કેબલ ચેનલમાં પ્રસારીત કરતા પહેલાં MCMCનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે - At This Time

રાજકીય પક્ષો/ઉમેદવારોની જાહેરાત કેબલ ચેનલમાં પ્રસારીત કરતા પહેલાં MCMCનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે


રાજકીય પક્ષો/ઉમેદવારોની જાહેરાત કેબલ ચેનલમાં પ્રસારીત કરતા પહેલાં MCMCનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે

MCMCની પરવાનગી વગર કેબલ ચેનલમાં રાજકીય જાહેરાત પ્રસારિત કરી શકાશે નહી

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર થતા આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે.જેથી આદર્શ આચાર સંહિતાના અમલ દરમ્યાન રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા રાજકીય પ્રકારની જાહેરાતો વિજાણુ માધ્યમોમાં પ્રસારિત કરતા પહેલા મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટી(MCMC)સમક્ષ રજુ કરી,મંજુરી મળ્યા બાદ જ પ્રસારણ કરવાની કાર્યપધ્ધતી અનુસરવાની હોય છે.જેથી,તમામ કેબલ ઓપરેટરોએ પોતાની ચેનલમાં રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા આપવામાં આવતી જાહેરાત પ્રસિધ્ધ કરતા પહેલા રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા MCMCનું પ્રમાણપત્ર મેળવેલ હોવાની ખાત્રી કર્યા બાદ જ રાજકીય પક્ષો/ઉમેદવારોની જાહેરાત પ્રસિધ્ધ કરી શકાશે જેની સર્વે કેબલ ઓપરેટરોએ નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.