રાજકોટના લોકમેળામાં બોમ્બે સ્પેશિયલ આઇસ્ક્રિમ સ્ટોલમાંથી આઇસ્ક્રિમના 2500 પેકેટ પર મેન્યુફેક્ચરિંગ-એક્સપાયરી ડેટ જ નહીં
સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળામાં સતત બીજા દિવસે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ દરોડા પાડ્યા છે. જેમાં આજે પેકેજીંગ વસ્તુ વેચાણ કરતા સ્ટોલ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગના કંટ્રોલરૂમની સામે આવેલ બોમ્બે સ્પેશિયલ આઈસ્ક્રિમ સ્ટોલમાં મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ લખ્યા વગરનું આઇસ્ક્રિમ મળી આવતા તાત્કાલિક સ્ટોલને સીલ કરવામાં આવ્યો હતો. તેમજ સ્થળ પર જ 80,000 કિંમતના અંદાજિત 2500થી વધુ આઈસ્ક્રિમના પેકેટનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.