પંચમહાલ સાંસદે બજેટ તેમજ કેન્દ્ર સરકારની સિદ્ધિઓને અનુલક્ષી લુણાવાડા ખાતે પત્રકાર પરિષદને સંબોધી - At This Time

પંચમહાલ સાંસદે બજેટ તેમજ કેન્દ્ર સરકારની સિદ્ધિઓને અનુલક્ષી લુણાવાડા ખાતે પત્રકાર પરિષદને સંબોધી


પંચમહાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડે સંસદના બજેટ સત્રમાંમહામહિમ રાષ્ટ્રપતિજીના અભિભાષણ, બજેટ તેમજ કેન્દ્ર સરકારની સિદ્ધિઓને અનુલક્ષી લુણાવાડા હોલ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ,આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહીત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે.
તેમણે વધુમાં આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણતાએ આઝાદીનો અમૃત મહોત્સવ,મારી માટે મારો દેશના કરોડો લોકોની પંચપ્રાણ પ્રતિજ્ઞા, બે લાખ અમૃતવાટિકા નિર્માણ, સિત્તેર હજાર અમૃત સરોવર નિર્માણ, ભારત ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઝંડો લહેરાવાવાળો પ્રથમ દેશ બન્યો, જી 20 સંમેલનની સફળતા, એશિયાઈ ખેલોમાં પ્રથમવાર ૧૦૦ થી વધારે મેડલ જીત્યા, મિશન મોડમાં લાખો યુવાનોને રોજગાર, કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો, મેક ઇન ઇન્ડિયા, મેડિકલ કોલેજો, નર્સિંગ કોલેજો, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જ્વલા ગેસ યોજના, ગરીબ કલ્યાણ યોજના, વિશ્વકર્મા યોજના, શૌચાલયોનું નિર્માણ, મહિલા સશક્તિકરણ સ્વ સહાય જૂથો માટે લખપતિ દીદી, નમો ડ્રોન દીદી, એરપોર્ટ નિર્માણ, નવી ગ્રામીણ સડકો હાઈવેનું નિર્માણ, ગેસ પાઇપલાઇન, મેટ્રોની સુવિધા, નવીન રેલવે ટ્રેકનું નિર્માણ, હાઈ સ્પીડ ટ્રેનની શરૂઆત, અમૃત ભારત સ્ટેશનની યોજના, ત્રણ દશક બાદ નારી શક્તિ વંદના અધિનિયમ પસાર, 76 જેટલા જુના અપ્રસ્તુત કાયદાઓ હટાવાયા, ૫૦૦ વર્ષના સંઘર્ષ પછી રામ મંદિર ૩૭૦ આર્ટીકલ નાબૂદી, ત્રીપલ તલાક કાયદો, વન રેન્ક વન પેન્શન ૨૫ કરોડ દેશવાસીઓને ગરીબીમાંથી મુક્તિ, ખાદી વેચાણમાં ચાર ગણી વૃદ્ધિ, જીએસટી આપતા લોકોની સંખ્યામાં વૃદ્ધિ, આયુષ્યમાન ભારત સહીતની અનેકજન કલ્યાણ લક્ષી યોજનાઓ, મહત્વપૂર્ણ વિધેયકો, વિકસીત ભારતનો સંકલ્પ વગેરે વિષે વિસ્તૃતમાં માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.