ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં ફુલકા આરોગ્ય વિભાગ દ્વારા પલ્સ પોલિયો 23 જુન રવિવાર નાં રોજ જન જાગૃતિ કાર્યક્રમ - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં ફુલકા આરોગ્ય વિભાગ દ્વારા પલ્સ પોલિયો 23 જુન રવિવાર નાં રોજ જન જાગૃતિ કાર્યક્રમ


તા: ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં ફુલકા આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 23/6/2024ને રવિવારનાં રોજ પલ્સ પોલિયોની કામગીરી પુર જોશમાં કરવામાં આવશે જેમાં ફુલકા આકોલવાડી ઉંદરી પાંડેરી વેળાકોટ ઝાંઝરીયા ધાબાવડ આંબાવડ કાણકિયા કણેરી બોડીદર સોનપરા ભિયાળ સનવાવ જેવાં અનેક આજુબાજુ ગ્રામ્ય વિસ્તારનાં દરેક ગ્રામ્ય વિસ્તારનાં લોકોને જણાવતાં આનંદ થાય છે કે તારીખ 23/6/2024 રવિવારનાં રોજ પલ્સ પોલિયો (પોલિયો દિવસની ઉજવણી કરીએ જેમાં આરોગ્ય કર્મચારીઓ આંગણવાડી વર્કરો આશા વર્કરો અને દરેક વાલીઓ તેમની ફરજ પુર્ણ કરીનેં આપણા ઘરમાં (0 થી 5 ) વર્ષનાં તમામ બાળકોને પલ્સ પોલિયોનાં બે ટીપાં અચુક પીવડાવી આપણાં બાળકોનેં પોલિયો મુક્ત કરીએ

આપણે આપણાં બાળકોની દરખાસ્તલ્યે આપણાં દેશનાં બાળકોને આ રીતે પોલિયો મુક્ત કરીએ અને આપણાં બાળકોનેં પોલિયોની રસીનાં બે ટીપાં પીવડાવી આપણાં બાળકોને પોલિયો થતાં બચાવીએ અને આ રસીથી આપણાં બાળકોને રક્ષણ આપીએ એ આપણી જવાબદારી બને છે તો ચાલો સાથે મળીને આજે પોલિયો દિવસની ઉજવણી કરવામાં સાથે જોડાયે એવી હાંકલ ફુલકા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે આપણો ભારત દેશ આજે પોલિયો મુક્ત થયેલ છે છતાં પણ હજુ કેટલા દેશોમાં પોલિયો નાબૂદ થયેલ નથી જેથી કરીને ફરી પોલિયો ફેલાવવાની સંભાવના રહેશે એ માટે આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર પોલિયો રસીકરણ પીવડાવવા માટે અપીલ કરવામાં આવે છે

અને આ પોલિયો મુક્ત ભારત દેશ બને એ માટે સહકાર આપવા ફુલકા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે

પોલિયો બુથ સ્થળ: તમામ ઞામનાં નજીક આરોગ્ય કેન્દ્ર તેમજ આંગણવાડી કેન્દ્રો દરેક સ્કુલ ઉપર
સમય: સવારે 8:00 થી સાંજનાં 5:00 વાગ્યા સુધી8780138711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.