સિહોરના ઉંડવી પાસે આવેલ રાજહંસ સ્કૂલ ખાતે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો
ગુરુપૂર્ણિમા એટલે
શિષ્યનું સમર્પણ અને ગુરૂને માન આપવાનો દિવસ
આજે સમગ્ર દેશમાં ગુરૂપૂર્ણિમાનો પવિત્ર દિવસ
ઉજવવામાં આવી રહ્યો છે. જીવનની પાઠશાળામાં જેમની પાસેથી
જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યુ છે
તેવા તમામલોકો કે જેમને લોકો ગુરૂ માને છે તેમને આજે યાદ કરી
તેમને અંતઃકરણથી શત્ શત્ શત્ નમન કરી રહ્યા છે. ત્યારે
સિહોરના ઉંડવી પાસે આવેલ રાજહંસ સ્કૂલ ખાતે શાળામાં ગુરુ
શિષ્યની ઉપસ્થિતીમાં સરસ્વતી પૂજન અને ગુરુ પૂજન સહિતના
કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં મા સરસ્વતી અને ગુરુનું
પૂજન અને ગુરુનો મહિમા રજુ કરતી વિશેષ રજૂઆતો,એક પાત્ર
અભિનય, ગુરુ- શિષ્યના પ્રશંગ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્રારા
સ્પીચ આપવામાં આવી હતી. શાળામાં પ્રાર્થના સભામાં
વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા બાળકોને સ્પીચ અને ગીતો દ્વારા
ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું.
ઉપરાંત રાજહંસ શાળાએ આજના દિવસને ખાસ
બનાવવા વિદ્યાર્થીઓ દ્વારા કલાસરૂમમાં જંગલ ઉભું કર્યું અને
કુટિરમાં અભ્યાસ કરાવતા ગુરુશિષ્ય લાઈવ પ્રદર્શન રજુ કર્યું હતું.
આજના દિવસ ને અતિ મહત્વથી સમજાવવા ભારતીય સંસ્કૃતિને
જાળવી રાખવા અમે તેના જતન માટે રાજહંસ શાળાના
વિદ્યાર્થીઓ દ્વારા પૌરાણિક ગ્રંથોનું પૂજન પણ કરવામાં આવ્યું હતુ
શાળાના તમામવિદ્યાર્થીઓ અને ગુરુજનો ની મહેનત થી આજ ના
આ પવિત્ર દિવસ ને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતીઃ. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.