તા: ૬ અને ૭ ફેબ્રુઆરીના રોજ પીજીવીસીએલના વ્યાપક દરોડા: લાખોની વીજચોરી પકડાઈ
વીજચોરો સામે તંત્રની લાલ આંખ
તા: ૬ અને ૭ ફેબ્રુઆરીના રોજ પીજીવીસીએલના વ્યાપક દરોડા: લાખોની વીજચોરી પકડાઈ
૬૭૮ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં, જે પૈકી ૧૨૪ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ ઝડપાઈ
બોટાદ અને ભાવનગર જિલ્લામાં વીજચોરો સામે વીજતંત્રએ લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને બોટાદ તથા ભાવનગર જિલ્લાની ગઢડા વિભાગીય કચેરી હેઠળની ગઢડા ગ્રામ્ય-૧, ગઢડા ગ્રામ્ય-૨, રાણપુર તેમજ ઢસા પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની ૫૪ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને ૬૭૮ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૧૨૪ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ.૩૩.૩૭ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.
નોંધનીય છે કે, એપ્રિલ-૨૨થી ડિસેમ્બર-૨૨ના સમયગાળા દરમિયાન બોટાદ વર્તુળ કચેરી હેઠળ કુલ ૨૬,૯૬૨ વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ ૪,૪૯૨ વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. ૭૬૭.૦૨૮ લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે. જ્યારે સમગ્ર પીજીવીસીએલ હેઠળ ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ ૪૯૦૩૫૮ વીજજોડાણો ચકાસીને કુલ ૫૭,૮૧૫ વીજજોડાણોમાંથી ગેરરીતિ પકડી પાડી કુલ રૂ. ૧૪૮.૨૯ કરોડના બિલ આપવામાં આવ્યાં છે.
પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયા હોવાનું પી.જી.વી.સી.એલ, વર્તુળ કચેરી,બોટાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Report, Nikunj Chauhan
8488966828
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.