સમસ્ત મહાજન દ્વારા પાલિતાણા ખાતે ત્રિદિવસીય 'વૈશ્વિક અહિંસા મેગા સંમેલન' નો પાલીતાણા ગામની સફાઈ અભિયાનથી પ્રારંભ કરાયો - At This Time

સમસ્ત મહાજન દ્વારા પાલિતાણા ખાતે ત્રિદિવસીય ‘વૈશ્વિક અહિંસા મેગા સંમેલન’ નો પાલીતાણા ગામની સફાઈ અભિયાનથી પ્રારંભ કરાયો


સમસ્ત મહાજન દ્વારા પાલિતાણા ખાતે ત્રિદિવસીય 'વૈશ્વિક અહિંસા મેગા સંમેલન' નો પાલીતાણા ગામની સફાઈ અભિયાનથી પ્રારંભ કરાયો.

પાલીતાણા સમસ્ત મહાજન દ્વારા ભાવનગર જિલ્લાનાં પાલિતાણા ગામ ખાતે ત્રિદિવસીય ''વૈશ્વિક અહિંસા મેગા સંમેલન' નું આયોજન કરવામાં આવ્યું છે. જે સંમેલનનાં પ્રથમ દિવસે સમસ્ત પાલિતાણા ગામની સફાઈ અભિયાનથી સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ સહિત સમસ્ત પાલીતાણા ગામ, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ, પાલીતાણા નગરપાલીકાના પ્રમુખ શીલાબેન શેઠ, પાલીતાણા ગામના કોર્પોરેટરશ્રીઓ, પાલીતાના એસ.ડી.એમ.સાહેબ, વિરેશભાઈ, સમસ્ત મહાજનના કાર્યકર્તાઓ,વિદ્યાવિહાર કેળવણી મંડળ સંચાલીત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સ્વામી વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટસ(પાલીતાણા)ના વિદ્યાર્થીઓ, બહેનો, નગરપાલિકાના સભ્યો, અગ્રણીઓ વિગેરે સફાઈ અભિયાનમાં જોડાયા હતા.
આ પ્રસંગે ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સદસ્ય, સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહે પાલિતાણા ખાતે ત્રિદિવસીય વૈશ્વિક અહિંસા મેગા સંમેલન'ને નિહાળવા ભારત અને વિશ્વના લોકોને આહવાન કર્યું હતું કે, આ કાર્યક્રમને રૂબરૂ ન પહોંચી શકે તો ઓનલાઈન નિહાળે કે જેમાં ગોબર અને ગૌમૂત્રમાંથી મહત્વની પ્રોડકટસ બનાવવામાં આવે છે, ગૌમય પ્રોડક્ટ્સનો ઘરની તમામ ચીજવસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, સમગ્ર વિશ્વ હિંસા મુકત બને, જીવદયા પ્રતિપાલક બને, ગૌમાતાના આર્શીવાદ થકી પોતાનું જીવન સુખી અને સમૃધ્ધ બનાવે તેવી અપીલ ગીરીશભાઈ દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની વિશેષ જાણકારી માટે સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ (મો. ૯૮૨૦૦૨૦૯૭૬), પરેશ શાહ (મો.૯૮૧૯૩૦૧૨૯૮), દેવેન્દ્ર જૈન (મો.૯૮૨૫૧૨૯૧૧૧), મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), અજયભાઈ શેઠ (મો.૯૪૨૬૨૨૮૦૧૮), ગિરીશ સત્રા (મો.૯૮૨૦૧૬ ૩૯૪૬) નો સંપર્ક કરવા સમસ્ત મહાજનની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.