બરવાળાનાં શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના સમયગાળા દરમિયાન નદી-નાળા સહિત વિવિધ સ્થળોએ બિન જરૂરી અવર-જવર ન કરવા બરવાળા મામલતદારની અપીલ
આકસ્મિક સંજોગોમાં હેલ્પલાઈન નંબર-૦૨૭૧૧-૨૩૭૩૨૪ ઉપર સંપર્ક સાધવા અનુરોધ
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની જાહેર જનતાને ચોમાસુ-૨૦૨૩ દરમિયાન ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ તા.૨૦/૦૭/૨૦૨૩ થી તા.૨૨/૦૭/૨૦૨૩ દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી હોઇ જેથી સલામતીના હેતુસર બરવાળા તાલુકાનાં શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના સમયગાળા દરમિયાન નદી-નાળા,તળાવો,નહેરો, કોઝ-વે, રોડ, ચેકડેમ તરફ તેમજ ઈલેક્ટ્રીક થાંભલા તથા હાઈટેન્શન વાયરની નજદીક અવર-જવર ન કરવા,લીંક રોડ, MDR ના ડિપની ચેતવણી, ગેજ વગેરે ધ્યાને લઈ સાવચેતી રાખવા તથા બિનજરૂરી અવર-જવરનો પ્રયાસ ન કરવા તેમજ આકસ્મિક સંજોગોમાં હેલ્પલાઈન નંબર-૦૨૭૧૧-૨૩૭૩૨૪ ઉપર સંપર્ક કરવા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર-બરવાળાની અખબારી યાદીમાં જણાવાયું છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.