જસદણમાં સવારથી જ ધીમીધારે મતદાનનો પ્રારંભ: ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતદારોએ મતદાન કર્યું - At This Time

જસદણમાં સવારથી જ ધીમીધારે મતદાનનો પ્રારંભ: ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતદારોએ મતદાન કર્યું


જસદણ વીંછિયા પંથકમાં આજે વહેલી સવારથી જ ધીમીધારે મતદાનનો પ્રારંભ થયો હતો ગરમીથી બચવા માટે કેટલાંય મતદારો સવારમાં જ પોતાના મનગમતાં ઉમેદવારને મત આપવા મતદાન મથક પર આવી પહોંચ્યા હતાં જસદણ વીંછિયાના ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારીએ ગઇકાલે જ પોતાનો સ્ટાફ ગોઠવી દીધો હતો ત્યારે કેટલાંક મતદારો બળાપા સાથે પણ મતદાન કરવાં આવી પહોંચ્યા હતાં જસદણ વીંછિયા આ બંને તાલુકામાં કુલ મળી ૨૫૯ બુથ છે જે પૈકી ૭૧ બુથ સંવેદનશીલ છે ૩૬ બુથ વિવાદી જાહેર કર્યા ત્યાં આજ સવારથી લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સવારે રાજકીય નેતાઓ અને હોદ્દેદારોએ પણ પોતાના મતનું દાન કરી લોકશાહીની પરંપરા બરકરાર રાખી હતી પત્રકારો હિતેશ ગોસાઈ અને હુસામુદ્દીન કપાસી જસદણ જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડ જસદણ નગરપાલીકા પુર્વ પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઇ રૂપારેલિયા તેમનાં સહ પરિવારએ પણ મતનું મૂલ્ય સમજીને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું ગત રાત્રિના વિવિઘ સોશ્યલ નેટવર્કિંગ થકી ફલાણા ઢીંકણા ઉમેદવારોને તમારો મત આપજો એવાં મેસેજથી સોશ્યલ મિડીયા ગાજી ઉઠયું હતું આ વખતે મતદાન મથક પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવતાં મતદારોએ અનન્ય વ્યવસ્થા કરીને પણ મતદાન કરીને જંપયા હતાં આ લખાય છે ત્યારે જસદણ વીંછિયા પંથકનાં ગામડાઓમાં ધીમીધારે શાંતિથી મતદાન થઈ રહ્યું છે મતદારોને કોઈ હાલાકી કે તકલીફ વેઠવી પડી નથી સાંજ સુધીમાં ગત ચૂંટણી કરતા મતદાનની ટકાવારી વધું થાય એમ રાજકીય વર્તુળોમાંથી જાણવા મળેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.