હિંમતનગરના પાણપુર ગામે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
હિંમતનગરના પાણપુર ગામે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
હિંમતનગર તાલુકાના પાણપુર ગામમાં તારીખ 11. 6. 2024 ના રોજ આવનાર દિવસોમાં ઈદુલ અજહા નો તહેવાર હોય હિંમતનગર ગ્રામ્ય પોલીસ ડી.વાય.એસ.પી ઝાલા મેડમ તથા બીટ જમાદાર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ ગ્રામજનો તથા ગામના આગેવાનો અને માજી સરપંચ તથા તાલુકા સદસ્ય ઈસ્માઈલભાઈ હાજી અને ગામના વડીલો ને બોલાવી ગામ પંચાયતમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી
જેમાં ડી.વાય.એસ.પી સાહેબ આખું ગામ સીસીટીવી કેમેરા થી સજ્જ હોય અને વિકાસના કાર્યોમાં પણ આગળ હોય એવું સુંદર મજાનું ગામ જોઈ ખુશ થઈ ગયેલ
પાણપુર ગામમાં આમ તો હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક ગણાય છે તો ઘણાય વર્ષોથી એકબીજાના તહેવારો શાંતિપૂર્ણ અને સમજોતા થી ઉજવાઈ રહ્યા છે આજ સુધીમાં ક્યારેય પણ આ ગામમાં તહેવારોને લઈ કોઈપણ જાતનો વાદ વિવાદ થયેલ નથી અને હજુ પણ ગ્રામજનોની સહજતા અને સમજ શક્તિ થી આગળ પણ એવું કોઈ કાર્ય કોઈના પણ દ્વારા ના થાય અને ગ્રામજનો આવી જ રીતે એક થઈ દરેક તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવણી કરે તે હેતુથી આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.