મૂળીના દેવપરા ગામે કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરથી 3 મજૂરોના મોત - At This Time

મૂળીના દેવપરા ગામે કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરથી 3 મજૂરોના મોત


તાત્કાલિક ધોરણે બે ખનીજ માફિયાઓની પોલીસે અટકાયત કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દેવપરા ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ થોડા સમય પહેલા સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા પૂરી દેવામાં આવી હતી અને આ પૂરી દીધેલી ખાણ ફરીથી શરૂ કરવા માટે તેમાં જીલેટીન નામના પદાર્થ ફોડવામાં આવ્યા હતા આ જીલેટિવ નામનો પદાર્થ ફોડવામાં આવ્યો હતો તે દરમિયાન જે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ છે તે ખાણમાં સમગ્ર ગેસ પરસરી ગયો હતો તે છતાં પણ તેમાં કામ કરવા માટે ત્રણ મજૂરોને ઉતારવામાં આવ્યા હતા અને ત્રણ મજૂરોને બહાર રાખવામાં આવ્યા હતા ખાણમાં ઉતરેલા ત્રણ મજૂરને ગેસની ગંભીર અસર સર્જાતા તેમના મોત નીપજ્યા હતા અન્ય બહાર જે ત્રણ મજૂરો હતા તેમને પણ અસર સર્જાઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારે મૃતક મજૂરોની ત્રણ ડેડ બોડીને સુરેન્દ્રનગર જિલ્લાની મુળી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે અને ત્યાં તેમના પીએમ કરવામાં આવ્યા છે ત્યારે ગેરકાયદેસર ચાલતી ખાણોમાં ગેસ ઘડતરની ઘટના બાદ વધુ ત્રણ મજૂરો મોતને ભેટ્યા છે તમામ મૃતક મજૂરો રાજસ્થાનથી બોલાવવામાં આવ્યા હતા કામ માટે બોલાવવામાં આવ્યા હોવાનો તપાસમાં ધડાકો થયો છે આ જ સંદર્ભે પોલીસ વિભાગે પર તપાસ હાથ ધરી છે અને જે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ધરાવતા ખનીજ માફિયાઓની અટકાયત કરી લઈ અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલના તબક્કે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનમાં આ જ સંદર્ભે ગુનો દાખલ કરાયો છે ખનીજ માફિયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને અલગ અલગ કલમો લગાવી અને તેમના વિરુદ્ધમાં ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે સવાલ એ છે કે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ કેવી રીતે શરૂ કરવામાં આવી અને ખાસ કરીને કોની પરમિશનથી આ ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ચાલતી હતી અને તંત્રએ 85 લાખના ખર્ચે ખાડા પૂર્યા ખાણો ભૂરી તે છતાં પણ જે ખાણો છે તે ફરી ચાલુ કરવા માટે કેવી રીતે ખનીજ માફિયાઓ બહાર નીકળી રહ્યા છે તેની સામે પણ સવાલ છે દેવપરા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં સર્જાયેલી દુર્ઘટનામાં નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી તેમજ મુળી પીએસઆઇ ધર્મેન્દ્રસિંહ તેમજ એસઓજી પી આઈ ભટ્ટ અને તેમની ટીમ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ રાયજાદા શહીતની ટીમો ઘટના તને દોડી ગઈ હતી અને આજ મામલે ખનીજ માફિયા છે તે પૈકીના જે તેનો માલિક છે તેવા રણજીતભાઈ ડાંગર તેમજ સતવીરભાઈ કરપડાની અટકાયત કરવામાં આવી છે અને આ સંદર્ભે માનવવધની કલમો લગાવી પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે બંનેને હાલ મુળી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે અને આ મામલે કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.