પેટલાદના રામનાથ મહાદેવ મંદિરના કુંડ જર્જરિત હાલતમાં
પેટલાદના રામનાથ મહાદેવ મંદિરના કુંડ જર્જરિત હાલતમાં ફેરવાયા છે. વર્ષ 2018માં તેના રીનોવેશનનું કામ શરૂ કરાયું હતું પણ કોઈક કારણોસર તેને અધુરૂં છોડી દેવામાં આવતા આજની સ્થિતિમાં પણ સ્થિતિ જૈસે થે સ્થિતિમાં છે. આ અંગે વાત કરતા મંદિરના પૂજારી ભૂપેન્દ્રભાઈ ફૂલશંકરભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, આ મંદિર અને કુંડ લગભગ 500 વર્ષ પહેલાં ગાયકવાડ સરકારે સ્થાપિત કર્યું હતું. અને મંદિરમાં આવેલા પાણીના કુંડ (તળાવ) ની પણ મંદિરની રચના કરવામા આવી ત્યારે જ બનાવવામાં આવ્યું હતું. કુંડની અંદર 7 કૂવા છે, જે કૂવા કુંડની અંદર રહેલા કિચ્ચડના કારણે નજરમાં આવતા નથી
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.