અગાઉ ની બે મોટી ચોરીનો ભેદ વણ ઉકેલ્યો... અને એક મોટી વધુ ચોરી - At This Time

અગાઉ ની બે મોટી ચોરીનો ભેદ વણ ઉકેલ્યો… અને એક મોટી વધુ ચોરી


અગાઉ ની બે મોટી ચોરીનો ભેદ વણ ઉકેલ્યો... અને એક મોટી વધુ ચોરી

ભાભરની સરસ્વતી સોસાયટીના એક મકાનમાં ૧૦ લાખ રોકડ અને બે લાખના સોનાના ની ચોરી..

ખેડુત અને વેપારીનાં ઘરે તસ્કરો ત્રાટક્યા..૧૨ લાખનાં મુદ્દામાલ ની ચોરી ને અંજામ આપતાં લોકો માં ફફડાટ..

ભાભરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળેલી જોવા મળી રહી છે. તસ્કરો મોટી ચોરીઓને અંજામ આપી પોલીસ ને પડકાર ફેંકી રહ્યા છે કોર પોલીસ નો ખેલ ખેલી રહા હોય તેમ પોલીસ પણ ચોરી ના ભેદ ઉકેલવા માં નિષ્ફળ નીવડી હોય તેમ અગાઉ ની વિપુલ ઠક્કર ના ઘરથી વીસ લાખની ચોરી અને પ્રકાશ સોનીની દુકાન તોડી લાખો ના સોના ચાંદી ના દાગીના અને અન્ય નાના મોટી ચોરીનો ભેદ વણ ઉકેલ્યો છે તેમજ નાગરિક બેંક ના મેનેજર લતાબેન ઠક્કર ના ઘર ની ચોરી ની તો આજ દિન સુધી ફરિયાદ પણ નથી લેવામાં આવી તેમજ પાંચ દિવસ પહેલા સુવ્રત સોસાયટી ની ચોરી ની હજી તો સહી પણ નથી સુકાઈ ત્યારે આજે રાત્રે વધુ એક ૧૨ લાખનાં મુદ્દામાલ ની ચોરી ને અંજામ આપી તસ્કરો છૂમંતર થઈ ગયા અને ભાભર શહેરની પ્રજા ચોરો થી ભયભીત બની છે.
જાણવા મળતી વિગત મુજબ ભાભર ની સરસ્વતી સોસાયટી માં રહેતા દિનેશભાઇ ભેમાભાઈ સુથાર ખેડૂત છે પેઢી ચલાવે છે. ફરીયાદી ના જણાવ્યા અનુસાર શનિવારે રાત્રે પરિવાર મકાન ના ધાબા ઉપર સુતો હતો. તેમના ઘરે રૂ. ૪.૫૦ લાખ પાક ધિરાણ ના અને રૂ.૫.૫૦ લાખ ખેતીપાક માર્કેટમાં વેચી લાવ્યા હતા. અને તિજોરીમાં ૩૦ ગ્રામ સોનાની લગડી પડી હતી. કેસ વધુ હોવાથી પરિવાર રોકડ રકમ એક થેલીમાં ભરી અને તિજોરી ની ચાવી પણ થેલી માં નાખી હતી અને ધાબા ઉપર સાથે રાખી સુતાં ત્યારે રાતે કોઈક અજાણ્યા શખ્સોએ ધાબા ઉપર ચડી ને થેલાની ચોરી કરી હતી અને થેલામાંથી તિજોરીની ચાવી કાઢી તિજોરી ખોલી ૩૦ ગ્રામ સોનાની લગડી ની પણ ચોરી કરી છૂમંતર થઈ ગયા હતા. પરિવાર સવારે જાગ્યો ત્યારે થેલો ગાયબ અને તિજોરી તુટેલી જોઈને હેબતાઈ ગયો હતો. અંદાજીત ૧૨ લાખ રોકડ અને ૨ લાખનાં સોનાની લગડી મળી કુલ રૂ.૧૨ લાખનાં મુદ્દામાલ ની ચોરી થતાં ભાભર શહેરમાં ફફડાટ ફેલાયો છે.

રિપોર્ટ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.