અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને એક્સાઈઝ વિભાગે સંયુક્ત ઓપરેશન કરી એરપોર્ટ પોસ્ટ પાર્સલમાં આવતા સિન્થેટીક અને હાઈબ્રિડ ગાંજાના મોટા જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો - At This Time

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને એક્સાઈઝ વિભાગે સંયુક્ત ઓપરેશન કરી એરપોર્ટ પોસ્ટ પાર્સલમાં આવતા સિન્થેટીક અને હાઈબ્રિડ ગાંજાના મોટા જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો


અમદાવાદ સહિત દેશભરમાં આજ ડ્રગ્સ નું સેવન ધીમે- ધીમે વધી રહ્યું છે.હવે દુનિયા ભરનાં ડ્રગ્સ માફિયાઓની નજર ગુજરાત પર હોય તેવું લાગી રહ્યું છે.આ ડ્રગ્સ માફિયાઓ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યા છે, પરંતુ ગુજરાત પોલીસની સતર્કતાએ હંમેશા ડ્રગ્સ માફિયાઓ ષડયંત્ર પર હંમેશા પાણી ફેરી વાળ્યુ છે.દરીયાઈ માર્ગેથી કે જમીન માર્ગેથી આવતાં ડ્રગ્સ નાં જથ્થા ને ગુજરાત પોલીસ એક પછી એક ઝડપી રહી છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ વિભાગ અને એકસાઈઝના સંયુક્ત ઓપરેશન દ્વારા નવી તકનીકથી અમદાવાદમાં આવેલા સિન્થેટીક અને હાઈબ્રિડ ગાંજાના મોટા જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.

અમદાવાદ શહેર ક્રાઈન બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ હંમેશા સર્તક અને ફરજપુર્વક તમામ ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે તકેદારી રાખતી આવી છે અને રાખી પણ રહી છે.તેનો તાજો જ એક દાખલો સામે આવ્યો છે.તાજેતરમાં કેટલાક નાપાક તત્વોએ દેશના યુવાનોને માદક દ્રવ્યોના વ્યસની બનાવીને ભારતના સામાજીક માળખાને નુકશાન પહોંચડાવાનો પ્રયાસ કર્યો છે . પરંતુ બંને વિભાગો ડ્રગ નેટવર્કની બદલાતી મોડસ ઓપરેન્ડી પર સતત બાજ નજર રાખતા હોવાથી નાપાક તત્ત્વો નાં મનસુબા પર પાણી ફેરી વાળ્યુ હતું અને સાથે મોટા પ્રમાણમાં માદક દ્રવ્યનો જથ્થો ઝડપી પાડી આવા નાપાક તત્ત્વો કે જેઓ દેશનાં યુવાધનને ડ્રગ્સ નાં રવાડે ચડાવી ભારત દેશના માળખાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તેઓને ગુજરાત પોલીસ દ્વારા indirectly એક ચેતવણી ભર્યો સંકેત પણ આપ્યો છે કે ગુજરાત પોલીસ તમારા મનસુબા ને કયારેય સફળ નહી થવા દે.

ઉપરોક્ત બંને એજન્સીઓ દ્વારા નિયમિત દેખરેખ દરમ્યાન એક ઈનપુટ મળેલ કે, પેડલર્સ સરહદો પારથી માદક દ્રવ્યોનીગેર કાયદેસર હેરાફેરી માટે ડાર્કવેબ અને અન્ય સોશીયલ મીડીયા ઉપયોગ કરે છે. જેથી તુરત જ સંયુક્ત ટીમ સેટઅપ કરવામાં આવેલ અને આ ટીમ દ્રારા સફળતાપુર્વક ઘણા કુરિયર પાર્સલને અટકાવવામાં આવેલ. તેમજ શંકાસ્પદ કુરીયરોની તપાસ કરતાં કુલ ૧૪ શંકાસ્પદ પાર્સલ મળી આવેલ.જેમાં આછા લીલાશ પડતો વનસ્પતિજન્ય પદાર્થનો જથ્થો નેટ ૩ કિલો ૭૫૪ કિલોગ્રામ મળી આવેલ જેની આંતરરાષ્ટ્રીય બજાર કિ.રૂ. ૧,૧૨,૬૨,૦૦૦/- આંકવામાં આવી છે.

ઉપરોકત બાબતે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ, ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૪૦૧૧૧/૨૦૨૪ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૦(બી), ૨૩, ૨૯ મુજબનો ગુનો તા.૩૧/૦૫/૨૦૨૪ ના રોજ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ઉપરોક્ત માદક દ્રવ્ય અલગ-અલગ પ્રકારના નાના રમકડાંઓ,જેવા કે Baby Booties, Fruit Feeder, Multi purpose Latches, ચોકલેટ, લેડીસ ડ્રેસ,લંચ બોક્ષ, વિટામીન કેન્ડી,હેડ ફોન,ટેડીબિયર, White colour Jafarda Air Purifier Filter વગેરેમાંથી આવેલ છે. થોડા રીસીવરોની ઓળખ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ હજી ચાલુ છે.

PUBLISH BY: SAURANG THAKKAR,
(Ahmedabad District Bureau Chief)


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.