સુરેન્દ્રનગર એલ સી બી પોલીસે ખમીસણા રોડ પરથી રિવોલ્વર સાથે એક ઈસમને ઝડપી પાડયો.
તા.17/11/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
એક દેશી હાથ બનાવટની રિવોલ્વર કી.રૂ. 20,000 નો મુદામાલ ઝડપાયો.
જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાત સાહેબનાઓએ ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણી 2022 આવનાર હોય જે અનુસંધાને ગેરકાયદેસર હથિયારો રાખનાર ઈસમ અને શોધી કાઢી હથિયારાના વધુમાં વધુ કેસો કરવા તેમજ પોલીસ વિભાગ દ્વારા કબજે કરવામાં આવતા ગેરકાયદેસર હથિયારો મોટાભાગે બહારના જિલ્લામાં અમુક લોકલ ઇસમો દ્વારા બનાવી વેચવામાં આવતા હોય જેથી આવા રેકેટરનો એલસીબી સુરેન્દ્રનગરના પીઆઇ શ્રી વી વી ત્રિવેદી સાહેબનાઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અન્વયે એલસીબી પીઆઇ શ્રી વી વી ત્રિવેદી સાહેબના ઓએ પીએસઆઇ વી આર જાડેજા સાહેબ તથા એલસીબી શાખાની અલગ અલગ ટીમો બનાવી ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો જે સૂચના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ દ્વારા સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આહિલ મહંમદભાઈ સિપાઈ રહેવાસી વઢવાણ સુડવેલ સોસાયટી પોતાના કબ્જામાં પેન્ટના ખિસ્સામાંથી ગેરકાયદેસર લાઇસન્સ પરવાના વગરની દેશી હાથ બનાવટી રિવોલ્વર રાખી સુરેન્દ્રનગર હેલિપેડ રોડ ઉપરથી પસાર થનાર છે જે બાતમી હકીકત આધારે એલસીબી ટીમ દ્વારા વોચ તપાસ કરતા આરોપી આહિલ મહમદભાઈ ઉસ્માનભાઈ સિપાઈ જાતે મુ.માન ઉંમર વર્ષ 21 રહેવાસી વઢવાણ સુડવેલ સોસાયટી વઢવાણ વાળાના કબ્જા ભોગવટામાંથી ગેરકાયદેસર લાઇસન્સ પરવાના વગર એક દેશી હાથ બનાવટી રિવોલ્વર કિં.રૂ. 20000 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે વધુ પુછતાછ કરતાં ચાર મહિના પહેલા લક્ષ્મીપરા શેરી નં 1 ના રહીશ સાજીદભાઈ બસીરભાઈએ રાખવા આપી હોવાનું જણાવ્યું હતું આગળની કાર્યવાહી સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.