રાજકોટમાં રસ્તાઓ પર પડી ગેયલ ખાડામાં સીસી, પેવોંગ બ્લોક અને મેટલ મોરમથી રીપેર કરવાની ચાલુ કામગીરી.
રાજકોટ શહેર તા.૧૫/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરમાં ભારે વરસાદને પગલે રસ્તોઓ પર ખાડા પડી ગયેલ છે. જેને ધ્યાનમાં રાખીને મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ તમામ ખાડાઓમાં સીસી, પેવિંગ બ્લોક અને મેટલ મોરમથી રીપેર કરાવવાની સુચના આપી હતી. આજે તા.૧૫-૭-૨૦૨૨ નાં રોજ મ્યુનિ. કમિશનરશ્રીએ વેસ્ટ ઝોન વિસ્તાર સહીત પામ સિટી પાસે, ગંગોત્રી મેઈન રોડ, નવો રીંગ રોડ-૨, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેનાં રસ્તાઓ રીપેર કરવાની ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી. વરસાદને કારણે નુકશાન થયેલ રસ્તાઓને સીસી, પેવિંગ બ્લોક અને મેટલ મોરમથી કરવામાં આવતું પેચ વર્ક અને બાકી રહેલ પેચ વર્ક અંગે સ્થળ મુલાકાત કરી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા મ્યુનિ. કમિશનરશ્રીએ સુચના આપી હતી. આ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનરશ્રી એ.આર.સિંહ, સિટી એન્જી. શ્રી કે.એસ.ગોહેલ, પી.એ.(ટેક.)ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી, ડીઈઈ શ્રી વી.સી.કારિયા વિગેરે હાજર રહ્યા હતા.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.