સાળંગપુર શતામૃત મહોત્સવ ગ્રાઉન્ડમાં નિશુલ્ક મેડિકલ કેમ્પનો વડીલ સંતોના હસ્તે પ્રારંભ, 10 હજાર સ્ક્વેર ફૂટમાં બે વિશાળ ડોમ હાઇટેક મેડિકલ સુવિધા સાથે ડોક્ટરની ટીમ સજ્જ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠાને 175 વર્ષ પૂર્ણ થતાં દિવ્ય અને ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં આજે વડીલ સંતો દ્વારા મેડિકલ કેમ્પનો પ્રારંભ કરાયો છે મહત્ત્વનું છે કે, 10 હજાર સ્ક્વેર ફૂટમાં ઊભા કરાયેલાં બે ડોમમાં તમામ પ્રકારની મેડિકલ સુવિધા સાથે 200થી વધુ રોગના નિષ્ણાંત ડૉક્ટરની ટીમ 24 કલાક ખડેપગે રહેશે
24 કલાક મેડિકલ કેમ્પમાં નિઃશુલ્ક દર્દીઓની તપાસ કરાશે
આ અંગે ડૉક્ટર જતીનભાઈએ જણાવ્યું કે, ''મહોત્સવ ગ્રાઉન્ડમાં મેડિકલ કેમ્પ કરવા માટે 10 હજાર સ્ક્વેર ફૂટમાં બે વિશાળ ડોમ ઊભા કરાયા છે જેમાં 3 હાઇટેક ICU બેડરૂમ, 10 બેડરૂમ કન્સલ્ટિંગ અને 15 બેડ બ્લડ ડોનેશન માટે રાખવામાં આવ્યા છે. આમ એકસાથે 10 દર્દીની OPD અને 30 દર્દીને એક સાથે સારવાર આપી શકાશે
આ મેડિકલ કેમ્પમાં 200થી વધુ દરેક રોગના નિષ્ણાંત ડૉક્ટર 24 કલાક ખડેપગે રહેશે. આ સિવાય આંખના કેમ્પમાં જબરેશ્વર હોસ્પિટલની ડૉક્ટરની ટીમ આવશે. મહોત્સવમાં આવતાં ભક્તોને તપાસ કરવામાં આવશે. પ્રારંભિક ચશ્મા આપવામાં આવશે. સંસ્થા કહેશે એ પછી ઓપરેશન કરી આપીશું.''
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.