બરવાળાના પોલારપુર ગામના શખ્સે આશાવર્કર બહેનને આપી ધમકી - At This Time

બરવાળાના પોલારપુર ગામના શખ્સે આશાવર્કર બહેનને આપી ધમકી


પોલારપુર ગામના શખ્સ આશાવર્કરને ધમકી આપી...

બરવાળાના પોલારપુર ગામે શાહપુર શેરી, જૂની હાઈસ્કૂલપાસે રહેતા અને પોલારપુર ગામે આશાવર્કરમાં માનદ સેવા આપતા નર્મદાબેન પંકજભાઈ ચાવડા (ઉ.વ.૪૩)ગઈકાલે સવારના સમયે ભીમનાથ પી.એચ.સી ખાતે આરોગ્ય માટે કામ સબબ જઈ રહ્યા હતા.ત્યારે જયેન્દ્ર ઉર્ફે જેસીંગ દાનાભાઈ ચાવડા(રહે,પોલારપુર)નામના શખ્સ એક્ટીવા લઈ આવી બિભસ્ત ગાળો દઈ જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. ત્યારબાદ શખ્સ ભીમનાથ પી.એચ.સી ખાતે પણ જઈ મહિલાને ગાળો દઈ ખોટી રીતે હેરાન-પરેશાન કરતા નર્મદાબેન ચાવડાએ શખ્સ સામે બરવાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટ ચિંતન વાગડીયા બરવાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.