પોલિસ અને પ્રજાજનો વચ્ચે સાચો સમન્વય સર્જાય અને પોલિસ પ્રજાની મિત્ર જ છે એ વાકયને સાર્થક કરતુ બોટાદ પોલિસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર - At This Time

પોલિસ અને પ્રજાજનો વચ્ચે સાચો સમન્વય સર્જાય અને પોલિસ પ્રજાની મિત્ર જ છે એ વાકયને સાર્થક કરતુ બોટાદ પોલિસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર


પોલિસ અને પ્રજાજનો વચ્ચે સાચો સમન્વય સર્જાય અને પોલિસ પ્રજાની મિત્ર જ છે એ વાકયને સાર્થક કરતુ બોટાદ પોલિસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર

બોટાદ જીલ્લા મહિલા બાળ અધિકારીની દેખરેખ હેઠળ તેમજ બોટાદ મહિલા પોલિસ સ્ટેશનના થાણા અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલિસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્વારા શંકરપરા માં આવેલ પ્રાથમિકશાળાના બાળકો ને બોટાદ મહિલા પો.સ્ટેશન તેમજ બોટાદ રુલર પો.સ્ટેશની મુલાકાત કરાવી પોલિસ સ્ટેશન અંગે માહિતી અપાઇ જેમાં જિલ્લામા આવેલ મહિલા પો.સ્ટેશ તેમજ તેની અંદર ચાલતા અન્યવિભાગોથી બાળકોને માહિતગાર કરવામાં આવેલ મહિલા પોલિસ સ્ટેશન અને પોલિસ સ્ટેશનબેઇઝડ સપોર્ટ સેન્ટરમા કેવા પ્રકારની અરજી ઓ આવે છે અને તેનો કઇ રીતે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાંઆવે છે તે બાબતે કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા બાળકોને માહિતી અપાઇ આ ઉપરાંત કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચ તેમજ પોસ્કો વિષે કાયદાકિય સમજ કરવામાં આવેલ હેડ કો.ગોહિલ સુરપાલ સિંહ દ્વારા શી ટીમ તેમજ વિવિધ હેલ્પલાઇન ૧૮૧,૧૦૦,૧૧૨,૧૯૩૦,૧૦૯૮ વિશે માહિતી અને માર્ગદર્શન આપેલ કો.વિહપરા સંગીતાબેન દ્વારા બાળકોને ચિલ્ડ્રન રુમ તેમજ પી.આઇ ચેમ્બરની ની મુલાકાત કરાવેલ dhew ના બગથળિયા લિઝાબેન અને સાહિસ્તાબેન દ્વારા કિશોરીઓને હાઇજીન વિષે તેમજ બેટી બચાવો બેટી પઢાવો વિષે માહિતી આપેલ ત્યાર બાદ બોટાદ રુલર પો.સ્ટેશની વિઝિટ લેતા પો.કો.નરેશભાઇ સોલંકી દ્વારા વાયરલેસ,લોકપ તેમજ પોલીસ સ્ટેશનમા ઉપયોગમાં લેવાતા હથીયારો વિશે તેમજ પોલીસ સ્ટેશનમાં કેવા પ્રકારના ગુનાઓ નોંધાય અને કેવા પ્રકારની ફરિયાદ આવે છે તે બાબત એ વિસ્તૃત માહિતી આપેલ ત્યારબાદ હેડ કો.ગુલાબભાઇ ખોડદા દ્વારા પો.સ્ટેશનમાં આવતા ગંભીર ગુનાઓ બાબતે બાળકો સાથે ચર્ચા કરી પોલિસ ની કામગીરી વિષે સમજ કરવામાં આવેલ આ ઉપરાંત પો.સ્ટાફ અને કાઉન્સેલર દ્વારા વિધાર્થીઓના મનમાં ઉદભવતા પ્રશ્નોનુ નિરાકરણ કરી અને પોલિસની એક અલગ છબી હતી તેનુ સ્પષ્ટ ચિત્ર રજુ કરી ભય મુકત થઇ સમાજમાં સુરક્ષિત રીતે અને શાંતિથી તેમના ભાવિનુ સાચુ અને સારુ ઘડતર કરી એક સારા સમાજની રચનાનો પાયો નાખવા માટે અપિલ કરવામાં આવેલ.સમગ્ર મુલાકાત દરમ્યાન શાળાના આચાર્ય મુકેશભાઇ તેમજ તમામ શિક્ષક ગણ દ્વારા બોટાદ જિલ્લા પોલિસ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી ની કચેરીનો આભાર વ્યકત કરેલ

વિધ્યાર્થી - ખરેખર જાણવા મળેલ કે પોલિસ સ્ટેશનમાં કેવી કામગીરી કરવામાં આવે છે અને ફિલ્મમાં જે રીતે દર્શાવાય છે તેનાથી અલગ રિયલ માં જે રીતે કામગીરી થાય જેની અનુભુતિ થયેલ.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.