વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં માતૃભાષા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે - At This Time

વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં માતૃભાષા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે


આર્ટ્સ એન્ડ કોમર્સ કોલજ વડનગરમાં ‘માતૃભાષા સપ્તાહની ઉજવણી’
વિ.એન.એસ.બી.લિ.આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગરના ગુજરાતી વિભાગ દ્વારા ' માતૃભાષા સપ્તાહ'(૧૫ ફેબ્રુ. ૨૦૨૪ થી ૨૧ ફેબ્રુ.૨૦૨૪)ની ઊજવણીના પ્રથમ દિવસે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષશ્રી ડૉ. પ્રકાશભાઈ આર. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ' માતૃ ભાષામાં અર્થશાસ્ત્રનો અભ્યાસ ' વિષય પર રસાળ શૈલીમાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અને ગુજરાતી કવિતાઓ, સર્જકોને ગુંથી લઈને મનનીય વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં ૭૩ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના આરંભે સંસ્કૃત વિભાગના ડૉ. શરદ દરજીએ તેમના મધુર કંઠમાં પ્રાર્થના રજૂ કરી હતી. ડૉ.મહેશ બારોટે પુષ્પગુચ્છથી વક્તાનું સ્વાગત કર્યું હતું. ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો. ઈશ્વરભાઈ પરમારે વક્તાનો પરિચય આપ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. હીરેન્દ્ર પંડ્યાએ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.