સમસ્ત જૈન સમાજના જનકલ્યાણઅર્થે રાજકોટમાં જૈન ભોજનાલય નો પ્રારંભ
સમસ્ત જૈન સમાજના જનકલ્યાણઅર્થે, રાજકોટમાં જૈન ભોજનાલય નો પ્રારંભ માત્ર ૧૦ રૂપિયા માં ભોજન અથવા ટિફિન જોઈતું હોય તેમણે ફોર્મ ભરીને આપવાના રહેશે ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગુરુદેવ શ્રી ગિરિશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય ગુજરાત રત્ન પૂ. શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં મહામંત્ર પ્રભાવક પૂજ્ય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્ય સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મહારાજ સાહેબની પાવનકારી પ્રેરણાથી જૈન સંકલ્પ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરમાં તારીખ ૫/૨/૨૩ રવિવારે સવારે ૯:૩૦ કલાકે સમસ્ત જૈન સમાજનાં જનકલ્યાણ અર્થે જૈન ભોજનાલય નો સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેન્ડ, બીજા માળે લીફટ નં.૩ ની બાજુમાં દુકાન નં. ૪૭, કનક રોડ, ઢેબર રોડ રાજકોટમાં શુભારંભ કરવામાં આવી રહ્યો છે ભગવાન મહાવીરે નવ પુણ્યમાં પ્રથમ અન્ન પુણ્ય બતાવ્યું છે. રાજકોટ શહેરમાં અનેક સાધારણ જરૂરિયાતવાળા જૈન સાધર્મિક પરિવારો તેમજ રાજકોટની આસપાસના અનેક નાના-નાના ગામડાઓમાંથી કોઈને કોઈ કારણથી વારંવાર રાજકોટ આવતા જતા જૈન સાધર્મિકોને જૈન ભોજન વ્યવસ્થિત ન મળતા પરેશાની ઉભી થતી હોય છે તો તે શ્રાવક શ્રાવિકાઓ કંદમૂળ રહિત શુદ્ધ સાત્વિક જૈન ભોજન પામે. અન્નં બ્રહ્મ-અન્ન જ ભગવાન છે આવા ભાવ સાથે ભોજન સઆદર ભક્તિ ભાવથી કરાવી માત્ર સાધર્મિક ભક્તિ અપાવે મુક્તિની વાતો જ ન કરી નકકર કાર્ય કરી સમાજને નવો રાહ ચિંધવાનો આ એક ભવ્ય અને નવ્ય અમારો પ્રયાસ છે. ટિફિન કે જમવાનું માત્ર દસ રૂપિયામાં આપવામાં આવશે.રાજકોટ શહેરમાં જૈન સમાજની ઘણા સમયની જરૂરિયાતને લક્ષમાં લઈને જૈન સમાજના અશક્ત, જેમના ઘરમાં કોઈ કમાનાર ન હોય, એકલવાયુ જીવન વ્યતિત કરતા એકલા વ્યક્તિ કે દંપતિ હોય, ઘરમાં રસોઈ બનાવનાર કોઈ ન હોય તેવા વૃદ્ધ, બહારગામ થી રાજકોટ વ્યવસાય કે સર્વિસ માટે આવેલ વ્યક્તિ જે એકલા રાજકોટમાં રહેતા હોય, બહારગામ થી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ હોય તે દર્દી કે તેની સાથેના સગા સંબંધી હોય, અભ્યાસ અર્થે બહારગામ થી રાજકોટ આવેલ વિદ્યાર્થી અપડાઉન કરતા હોય કે પેઇંગ ગેસ્ટ તરીકે રાજકોટમાં રહેતા હોય આદિ યોગ્ય કારણ હોય તેવા જૈનને જૈન ભોજનાલયમાં એક ટાઈમ રૂપિયા ૧૦ માં જમવા કે ટિફિન આપવામાં આવશે.કાર્યવાહક ટ્રસ્ટીગણ શ્રી પ્રવિણભાઇ કોઠારી, શ્રી અશોકભાઈ કોઠારી , શ્રી મયુરભાઈ શાહ , શ્રી હિતેશભાઈ મહેતા , શ્રી ડો. પારસભાઈ શાહ, શ્રી શૈલેષભાઈ માઉં, શ્રી અજયભાઈ ભીમાણી, શ્રી અમિષભાઈ દોશી , શ્રી મનિષભાઇ કામાણી , શ્રી મેહુલભાઈ રવાણી, શ્રી મિલનભાઈ કોઠારી , શ્રી જયભાઈ ખારા, શ્રી વિશ્વાસભાઈ મહેતા ટ્રસ્ટીગણે જણાવ્યું હતું કે સાચી જરૂરિયાતવાળા માનવ માત્ર સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન છે. આગળ પણ અન્ય યોજનાઓ અમલમાં મૂકવાની અમારી ભાવના છે. વર્તમાન સમયમાં માત્ર જૈન સમાજ માટે જૈન ભોજનાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે.માત્ર ૧૦ રૂપિયા માં ભોજન અથવા ટિફિન જોઈતું હોય તેમણે ફોર્મ ભરીને આપવાના રહેશે ફોર્મ ભરીને તુરંત પહોંચાડવા જેથી યોગ્ય વ્યવસ્થા થઈ શકે.ફોર્મ મેળવવાનો તેમજ પરત આપવાનો સમય સવારે ૧૦:૦૦ થી૧૨:૦૦ તથા સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ , ફોર્મ મેળવવાના સ્થળો નીચે મુજબના છે.(૧) ધનંજય ડેવલોપર બી ૭૦૧ ઇમ્પીરીયલ હાઇટસ,૧૫૦ ફૂટ રીંગ રોડ, બિગ બજાર સામે ,રાજકોટ (૨) અરિહંત ઇન્વેસ્ટમેન્ટ ૩૦૧ એ, ૩૦૧ બી સાધના ડાઉન ટાઉન ,આલ્ફ્રેડ હાઇસ્કુલ સામે ,પંજાબ નેશનલ બેંકની બાજુમાં, જયુબેલી ચોક ,રાજકોટ (૩) ધવલભાઈ અરુણભાઈ દોશી એ ૧૦૩, સિદ્ધાર્થ એપાર્ટમેન્ટ ,પટેલ ચોકની બાજુમાં ,નાગેશ્વર પાર્શ્વનાથ મંદિરની પાછળ, ઘંટેશ્વર ,રાજકોટ (૪) કમલેશભાઈ બારભાયા પાર્શ્વનાથ જનરલ સ્ટોર ,જલારામ ચોક ની બાજુમાં ,શાંતિનગર ગેઇટ ,રૈયાધાર, રામાપીર ચોકડીની બાજુમાં રાજકોટ (૫) દિવ્યેશભાઈ મહેતા ગૌતમ , જયંત સોસાયટી ,પટેલ મંડપ સર્વિસ સામે ,કૃષ્ણનગર મેઇન રોડ ,મવડી પ્લોટ ,કે.જી. ધોળકિયા સ્કૂલની સામે રાજકોટ (૬) પ્રકાશભાઈ ખજુરીયા ખજુરીયા ઓટોમોબાઇલ્સ ,સૂર્યકાંત હોટલની બાજુમાં ગોંડલ રોડ ,રાજકોટ (૭) નિરવભાઈ પારેખ પાર્શ્વ સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ ,૧૨ યોગેશ્વર પાર્ક શોપિંગ સેન્ટર , આકાશવાણી ક્વાટર્સ પાછળ, યુનિવર્સિટી રોડ ,રાજકોટ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.