પડધરી: સરપદળના યુવકનું કેનાલમાં ડૂબી જવાથી મોત
રંગપર ડેમમાં માછીમારી કરવા ગયો ત્યારે દુર્ઘટના સર્જાઈ,બે સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું
પડધરી તાલુકાના સરપદળ ગામે ગુલાબનગરમાં રહેતા યુવકનું કેનાલની કૂંડીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે.બનાવના બે દિવસ બાદ યુવકનો પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં પરિવારમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યુ છે.
પડધરી તાલુકાના સરપદળ ગામે ગુલાબનગરમાં રહેતા પ્રવીણભાઈ લાભુભાઈ મકવાણા નામના ૩૫ વર્ષીય યુવકનું રંગપુર કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રવીણભાઈ મકવાણા ગત તા. ૨૭ ના રાત્રીના સમયે કેનાલમાં માછલી પકડવા ગયા હતા, ત્યારે કોઈ કારણોસર કેનાલની કૂંડીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું
છે.પરિવાર અને ગામના લોકોએ યુવકની શોધખોળ કરતા ગત રાત્રીના બારેક વાગ્યા આસપાસ યુવકનો મૃતદેહ પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં કેનાલની કુંડીમાંથી પ્રાપ્ત થયો, બનાવની જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી તપાસ હાથ ધરી છે. પ્રવીણભાઈને સંતાનમાં પુત્ર-પુત્રી છે અને મૃતક ત્રણ ભાઈ ત્રણ બહેનોમાં મોટા છે.મૃતક કડિયા કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.