બોટાદ શહેર મહિલા પોલીસ સ્ટેશન 181 અભિયમમાં ઉત્તમ કામગીરી બજાવનારા જલ્પાબેન પરમારનું સન્માન કરતા મંત્રી મુળુભાઈ બેરા
( પ્રતિનિધિ:-ચેતન ચૌહાણ બોટાદ)
દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૮માં સ્વતંત્રતા પર્વની ઉજવણી દેશભક્તિના માહોલમાં થઈ રહી હતી. ત્યારે બોટાદ જિલ્લા ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન-પર્યાવરણ અને કલાઈમેન્ટ ચેન્જ બાબતોના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી અને ત્યારબાદ મંત્રીના હસ્તે બોટાદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રમાં ઉપલબ્ધિ હાંસલ કરનારા તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિકાસના કામોની હેલી વરસાવતા મંત્રી મુળુભાઈ બેરા દ્વારા બોટાદ શહેર માં 181 અભ્યમ માં ફરજ બજવતા જલ્પાબેન પરમારને 181 અભ્યમમાં સારું કામ કરવા બદલ તેમને મંત્રીના વરદ હસ્ત તેમને સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યું હતું, અને 181 અભયમમાં ઉત્તમ કામગીરીકરતા દરેક બહેનો દ્વારા ધન્યતા અનુભવી હતી અને હર્ષનો આનંદ જોવા મળ્યો હતો અને આ તકે દરેક બહનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.