75 મિનિટની ડિબેટમાં બાઇડનને જવાબ આપવાનાં ફાંફાં:રાષ્ટ્રપતિ કરતાં ટ્રમ્પ 5 મિનિટ વધુ બોલ્યા; બાઇડનને મંચુરિયન ઉમેદવાર કહ્યા ને પોતે પોર્નસ્ટાર મુદ્દે ઘેરાયા - At This Time

75 મિનિટની ડિબેટમાં બાઇડનને જવાબ આપવાનાં ફાંફાં:રાષ્ટ્રપતિ કરતાં ટ્રમ્પ 5 મિનિટ વધુ બોલ્યા; બાઇડનને મંચુરિયન ઉમેદવાર કહ્યા ને પોતે પોર્નસ્ટાર મુદ્દે ઘેરાયા


આજે (શુક્રવારે) અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના 5 મહિના પહેલાં જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ હતી. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર બાઇડન વચ્ચે 4 વર્ષમાં બીજી વખત આ ડિબેટ થઈ. આ ડિબેટ જ્યોર્જિયાના એટલાન્ટામાં CNNના સ્ટુડિયોમાં યોજાઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ 75 મિનિટ સુધી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ટ્રમ્પ ડિબેટમાં રાષ્ટ્રપતિ બાઈડન કરતાં વધુ સમય બોલ્યા. પ્રથમ વખત, આ ડિબેટ સમય કરતાં લગભગ ત્રણ મહિના વહેલા થઈ. પ્રેસિડેન્શિયલ ડિબેટ આ મુદ્દાઓ પર રહી... 1. ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ 2. ગર્ભપાત 3. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ 4. રશિયા-યુક્રેન યુદ્ધ 5. રશિયા-ચીન સંબંધો 6. બંદૂકથી હિંસા 7. કર 8. ફુગાવો 9. બેરોજગારી 10. આબોહવા પરિવર્તન ડિબેટના નિયમો...
આ ડિબેટ CNN એન્કર જેક ટેપર અને ડાના બેશ દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. તેઓ મોડરેટર હતા. તેમણે ઉમેદવારોને મહત્ત્વના મુદ્દાઓ પર એક પછી એક પ્રશ્નો પૂછ્યા. ટ્રમ્પ-બાઇડન પાસે જવાબ આપવા માટે 2 મિનિટનો સમય હતો. તેમનું વલણ રજૂ કર્યા પછી, ટ્રમ્પ અને બાઇડનને કાઉન્ટર કરવા (આરોપો લગાવવા) અને તેનો જવાબ આપવા માટે 1 મિનિટનો સમય મળ્યો. ઉમેદવારોને 1 પેન, 1 નોટપેડ અને 1 પાણીની બોટલ આપવામાં આવી હતી. ઉમેદવારોનો વારો આવે ત્યારે જ તેમના માઈક્રોફોન ચાલુ કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.