જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાંસંકલનની બેઠક યોજાઈ સાથે સાથે વિધાનસભા ચૂંટણી અંગે પણ ચર્ચા કરાઈ
જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાઈ સાથે સાથે વિધાનસભા ચૂંટણી અંગે પણ ચર્ચા કરાઈ
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં દર મહિને ત્રીજા શનિવારે યોજાતી સંકલન (વ) ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડમાં મળી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ, જિલ્લા પોલીસ અધિકારી શ્રી વિશાલ વાઘેલા, અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, ડી.આર.ડી.એ.ના નિયામક શ્રી પાટીદાર તથા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહીને એકબીજા વિભાગોના સંકલન અને પ્રશ્નોના નિકાલ અંગે ચર્ચા કરી હતી.
જિલ્લા સંકલન બેઠકમાં વિવિધ વિભાગોમાં નિવૃત્ત થતા કર્મચારીઓની વિગતો તથા નિવૃત થયેલા કર્મચારીઓના પેન્શન અંગે ચર્ચા કરાઈ હતી અને નિવૃત્ત કર્મચારીને પેન્શન ઝડપી મળે તે દિશામાં કાર્યવાહી કરવા સૂચના આપી હતી, કર્મચારીઓના ખાનગી અહેવાલ લેખન તથા તાબાની કચેરીઓનું નિરીક્ષણ અને લોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો હકારાત્મક જવાબ આપી યોગ્ય નિકાલ કરવા જણાવ્યું હતું અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા મંત્રીશ્રીના રેફરન્સને પ્રાધાન્ય આપી યોગ્ય નિરાકરણ કરવા જણાવ્યું હતું. તેમજ જિલ્લાના જુદા જુદા વિભાગો દ્વારા માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થતી વિવિધ વિભાગોના ટેન્ડરિંગના બાકી બીલોનું ચુકવણું અને વેરા વસુલાતની કામગીરી સત્વરે કરવા જણાવ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રી દ્વારા નલ સે જલ યોજના દ્વારા વાસ્મો દ્વારા વિવિધ પાઇપ લાઇન નાખવામાં આવે છે ત્યાં રસ્તાનું ખોદકામ કરાય છે. તે અંગે માર્ગમાં આવતાં રસ્તાઓ તૂટી જાય છે. તેનું સત્વરે રીપેરીંગ અને રસ્તા બનાવવામાં આવતા પહેલા પાઇપ લાઇનનું ખોદકામ કરીને એડવાન્સ કામગીરી કરવા જણાવ્યું હતું. સુગમ્ય ભારત અંતર્ગત દિવ્યાંગોને તકલીફ ન પડે તે રીતે વિલચેર તથા રેમ્પ બનાવવાની પણ ચર્ચા કરાઇ હતી. એકબીજા વિભાગના અધિકારીઓ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સંકલનમાં રહીને સાથ-સહકારથી ટીમ વર્ક તરીકે કામ કરવા જણાવ્યું હતું. અને નવા વર્ષની અને દિવાળીની એડવાન્સમાં જિલ્લા કલેકટરશ્રી એ સૌને શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લા સંકલન બેઠક બાદ નાયબ ચૂંટણી અધિકારી સુશ્રી પારૂલબેન દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આચાર સંહિતા અને વિકાસના કામો સર્કિટ હાઉસ, મિડીયા સેન્ટર, પ્રોટોકોલ,નીતિવિષયક બાબતો અંગે ચર્ચા કરાઇ હતી અને આવશ્યક કામો હોય તો ચૂંટણી પંચની અનુમતી અને મંજૂરી મેળવીને વિકાસના કામો કરી શકાશે.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી તથા જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આબિદઅલી ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.