વીંછિયા ખાતે 300 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું
વીંછિયા ખાતે 300 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું
વિછીયા ખાતે કોળી સમાજ ભવન ની જગ્યા માં કોળી વિકાસ સંગઠન ગુજરાત ના ટ્રસ્ટીઓ દ્વારા પરોપકારી 300 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને આ વૃક્ષોનું જતન કરવામાં આવશે જેમાં ટ્રસ્ટીઓ દ્વારા સંદેશ આપવામાં આવ્યું કે દરેક લોકો એક એક વૃક્ષ વાવી ફરજિયાત પણે તેનું જતન કરે કારણકે વરસાદ ગરમી જેવી પરિસ્થિતિ ને નિયંત્રણમાં રાખવા માટે વૃક્ષ નો મોટો ફાળો રહેલ છે તો દરેક લોકોએ એક એક વૃક્ષ વાવી આખા રાષ્ટ્રને હરિયાળું બનાવવા કોળી વિકાસ સંગઠન ગુજરાત ના ટ્રસ્ટીઓ અપીલ કરે છે જેમાં કોળી વિકાસ સંગઠન ગુજરાત ના સ્થાપક મુકેશભાઈ રાજપરા ખજાનચી જયંતીભાઈ ગોહિલ મહામંત્રી રસિકભાઈ કાણોતરા કોળી સમાજ આગેવાન રમેશભાઈ જેતાણી આમ આદમી પાર્ટીના વિંછીયા શહેર પ્રમુખ રાજુભાઈ રાજપરા પ્રવીણભાઈ સાંકળિયા કૌશિક ભાઈ રાઠોડ વગેરે આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.