શ્રી કષ્ટભંજનદેવ દાદાને ૨૫૫૦૦ જઉં-દાળિયાના વાઘાનો દિવ્ય શણગાર - At This Time

શ્રી કષ્ટભંજનદેવ દાદાને ૨૫૫૦૦ જઉં-દાળિયાના વાઘાનો દિવ્ય શણગાર


જઉં-દાળિયાના એક-એક દાણા-દાણા પર દાદા-દાદા લખી દાદા પ્રત્યેની ભક્તિનું અનોખું એવં આકર્ષક શણગારનું સમપર્ણ

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મંગળવાર નિમિતે તા.28-02-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ૨૫૫૦૦ જઉં- દાળિયાના ધાન્યનો દિવ્ય શણગાર ધરાવાયો હતો સાથોસાથ દાદાના સિંહાસનને જઉં- બાજરો-જુવાર વિગેરે ધાન્યનો શણગાર કરી સવારે 5:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારાતથા સવારે 7:૦૦ કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ, વિશેષમાં શ્રીકષ્ટભંજનદેવહનુમાનજી મહારાજની એક-એક દાણા પર “દાદા”નું નામ લખી ભક્તોએ આકર્ષક શણગાર કરી ભક્તિ અર્પણ કરી તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.