ધંધુકા પીઆઈ ના ત્રાસથી મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યાનો કર્યો પ્રયાસ - At This Time

ધંધુકા પીઆઈ ના ત્રાસથી મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યાનો કર્યો પ્રયાસ


ધંધુકા પીઆઈ ના ત્રાસથી મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યાનો કર્યો પ્રયાસ.

ધુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીએ પોલીસ ઈન્સ્પેકટર(PI)ના ત્રાસથી પોલીસ સ્ટેશનમમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મહિલા કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદના ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રેણુકાબેન સોલંકી નામના મહિલા કોન્સ્ટેબલે પી.આઈ સુનિલ ચૌધરી અને અન્ય ડી-સ્ટાફના ત્રાસથી દવા કંટાળી પોલીસ સ્ટેશનમાં જ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

મહિલા કોન્સ્ટેબલની ગંભીર હાલત થતા સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

કોન્સ્ટેબલના પતિને પ્રોહીબેશન કેસમાં ફસાવી દેવાનો આરોપ

પોલીસ મહિલા કોન્સ્ટેબલે એક વીડિયો પણ ઉતાર્યો છે. જેમાં તેમના પતિને પી.આઇ દ્વારા ઢોર માર મારવામાં આવે છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલના પતિને પ્રોહીબેશન કેસમાં ફસાવી દેવાનો આરોપ છે. ત્યારે સમગ્ર બનાવને લઇ ધંધુકા પોલીસ સ્ટેશન પર હાલ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image