બોટાદમાં આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ,સ્નેહનું ઘરમાં દિવ્યાંગજનોનો રંગોત્સવ ઉજવાયો
બોટાદમાં આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ,સ્નેહનું ઘરમાં દિવ્યાંગજનોનો રંગોત્સવ ઉજવાયો
બોટાદમાં આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ,સ્નેહનું ઘર મનો દિવ્યાંગ તાલીમાર્થીઓ માટે નિઃશુલ્ક સ્પેશ્યલ એજ્યુકેશન આપી તેઓને સમાજમાં પુનઃ સ્થાપન કાર્ય કરવામાં આવી રહયું છે.સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકો સાથે તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.હોળી ધૂળેટી પર્વને લઈ રંગોત્સવનું આયોજન કરવામાં આવેલ.સંસ્થામાં અભ્યાસ કરી રહેલા મનો દિવ્યાંગ બાળકોને સ્પેશ્યલ એજ્યુકેટર બકુલાબેન દ્વારા ધૂળેટી અને હોળીનું મહત્વ સમજાવવામાં આવેલ.ત્યાર તમામ બાળકો તેમના ટીચર બકુલાબેન,હેતલબેન,નિમિષાબેન,નીલાબેન અને અક્ષાબેન સાથે પાણીના ફુવારા થકી ધૂળેટી ઉત્સવ શરૂ કરેલ.ત્યારબાદ સાહેલી જાયન્ટસ હોદ્દેદાર બહેનો નીતાબેન લાખણી,નાદીરાબેન દરેડિયા,આશાબેન રાજગોર,રેખાબેન પરમાર તેમજ યંગ જાયન્ટસ પ્રમૂખ કુલદીપ વસાણી,સેક્રેટરી બ્રિજ દાણી સાથે નેચરલ કલરથી રંગોત્સવ ઉજવેલ. સાહેલી જાયન્ટસ અને યંગ જાયન્ટસ દ્વારા તેવા દેવદૂત સમાન દિવ્યાંગ બાળકો સાથેના આ રંગોત્સવને પોતાની આગવી યાદ ગણાવેલ.કાર્યકમમાં જાયન્ટ્સ ગ્રુપ ફેડરેશન ૩બી ના યુનિટ ડાયરેકટર વિશેષ ઉપસ્થિતિ રહેલ રંગોત્સવમાં તમામ દિવ્યાંગ તાલીમાર્થીઓને યંગ જાયન્ટસ ગ્રુપ બોટાદ દ્વારા કલરફૂલ પિચકારી અને સાહેલી જાયન્ટસ ગ્રુપ બોટાદ દ્વારા ખજૂર,ડાળીયા અને ધાણીનું વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે યંગ જાયન્ટ્સ અને સાહેલી જાયન્ટસ બોટાદના હોદેદારો તેમજ આસ્થા સંસ્થાના પ્રકાશભાઈ ભીમાણી ઉપસ્થિત રહેલ.કાર્યક્રમને સફળ બનાવવા આસ્થા સંસ્થામાં સેવારત રમેશભાઈ મોહનભાઈ મોજિદ્રા એ જહેમત ઉઠાવેલ.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.