શ્રાવણમાં સાર્વત્રિક શ્રીકાર મેઘમહેર, ખડીરમાં આઠ ઈંચ - At This Time

શ્રાવણમાં સાર્વત્રિક શ્રીકાર મેઘમહેર, ખડીરમાં આઠ ઈંચ


ભુજ,બુાધવારહવામાન વિભાગની આગાહીને પગલે કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સીમાવર્તી વિસ્તાર ખડીર, ખાવડા, લખપતમાં ભારે વરસાદના પગલે સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે. ખડીરમાં અંદાજે આઠ ઈંચ જેટલો શ્રીકાર વરસાદ થતાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. લખપતમાં સાડા પાંચ, રાપરમાં અઢી, અબડાસામાં સાડા પાંચ, રાપરમાં અઢી, અબડાસામાં બે, નખત્રાણામાં દોઢ, ભચાઉમાં એક ઈંચ વરસાદ પડયો છે. મુંદરા, ભુજ, માંડવી, ગાંધીધામ અને અંજારમાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.શ્રાવણમાં મેહુલિયો ઓળઘોળ થતાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. અનેક વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી મેઘાવી માહોલ જામ્યો છે. લખપતમાં ગત મોડી રાત્રિાથી બુાધવારની સાંજના છ સુાધીમાં જિલ્લા કન્ટ્રોલ રૃમ ખાતે ૧૪૦ મીમી (સાડા પાંચ ઈંચાથી વધુ) નોંધાયો છે. સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.ચાલુ સિઝનમાં અત્યાર સુાધીનો કુલ વરસાદ ૩૭ ઈંચ નોંધાઈ ચુક્યો છે. નદીમાં ભારે પાણી આવતા બાલાપર, નરેડી, વચ્ચેનો માર્ગ બંધ થતાં છ ગામોના લોકો પ્રભાવિત થયા હોવાનુ ંજાણવા મળ્યંુ છે. પાનૃધ્રોની બજારમાં પાણી ભરાયા હતા.વાગડ વિસ્તારમાં એક કહેવત છે કે, વરસે તો વાગડ ભલો એ કહેવત અનુસાર છેલ્લા ત્રણ દિવસાથી મેઘરાજાએ મહેર કરી છે. મુખ્ય માથક રાપર ખાતે સાંજના છ સુાધીમાં ૫૮ મીમી એટલે કે અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સતત પડી રહેલા વરસાદને કારણે મુખ્ય બજારમાંથી પાણી વહી નીકળ્યા હતા. સમગ્ર તાલુકામાં બે થી ચાર ઈંચ વરસાદ વરસ્યો હોવાના હેવાલ પ્રાપ્ત થયા છે. પ્રાંથણના બેલા, મૌઆણા, ધબડા, શિવગઢ, લોદ્રાણી, શિરાની વાંઢ, બાલાસર સહિતના ગામોમાં ગત રાત્રિના મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી હતી. ચારાથી પાંચ ઈંચ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખડીર વિસ્તારમાં અંદાજે છ થી આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. રતનપર, જનાણ, અમરાપર, કલ્યાણપર, ધોળાવીરા, સહિતના ગામોમાં છાથી આઠ ઈંચ વરસાદ વરસ્યો તો. આ વિસ્તારના ડેમો તળાવોમાં નવા નીર આવ્યા છે. અનેક જગ્યાએ તળાવો ઓગની ગયા છે. તાલુકાના ખેંગારપર ગામે ગત રાત્રિ અને દિવસ દરમિયાન મધ્યમાથી ભારે વરસાદના ઝાપટા ચાલુ રહ્યા હતા. જેના લીધે ખેતરોમાં પાણી ભરાયા હતા.અબડાસાના મુખ્યમાથક નલિયામાં વહેલી સવારાથી વરસાદી વાતાવરણ જામ્યુ હતું. સાંજના છ વાગ્યા સુાધીમાં ૫૩ મીમી વરસાદ નોંધાયો છે. બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રિાથી શરૃ થયેલો વરસાદી માહોલ બીજા દિવસે ચાલુ રહ્યો હતો. સણોસરા, વાયોર, સુાથરીમાં ભારે વરસાદ પડયો હોવાનું પ્રતિનિિધએ જણાવ્યું હતું.નખત્રાણામાં દોઢ ઈંચ વરસાદ થતાં માર્ગો પર પાણી ભરાયા હતા. ગામડાઓમાં સતત ઝાપટા વરસી રહ્યા છે. કેટલાક ગામોમાં દોઢાથી બે ઈંચ જેટલો વરસાદ પડયો છે.ભુજમાં ગત સાંજાથી ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું હતું. બાદમાં સતત ઝાપટા રૃપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. ગોરંભાયેલા માહોલ વચ્ચે બપોર સુાધી ૧૮ મીમી પોણો ઈંચ પાણી વરસી ગયું હતું. તાલુકાના બન્ની પંથકમાં ભારે વરસાદાથી અનેક વાંઢોમાં પાણી ભરાયાની સિૃથતિ સર્જાઈ હતી. કાળા ડુંગર વિસ્તારમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે. ભચાઉમાં એક ઈંચ વરસાદ પડયો હતો.મુંદરા, માંડવી, અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં અડાધાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. ગત રાત્રિાથી શરૃ થયેલો ઝાપટાનો દોર સવારે ચાલુ રહ્યો હતો. લખપત તાલુકામાં પણ ચાલુ વરસાદને કારણે ગોધાતળ નરા અને સાનૃધ્રો ડેમમાં પાણી ભરાતા આસપાસના ગામોને તેમજ સૃથાનિકોને સાવચેત રહેવા માટે વહીવટીતંત્ર તરફાથી સૂચના આપવામાં આવી છે. ગોધાતડ નદીમાં પાણીનો ફ્લો વાધતાં કપુરાશિ અને કોરિયાણી ગામને સતર્ક  કરાયા છે. નરેડી અને બુાધા ગામના લોકોને પણ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. ગોધાતડ અને સાનૃધ્રો  ડેમમાં  તેમજ ખારી નદીના પટ પર અવરજવર ના કરવા તેમજ સાવચેતી રાખવા માટે સંબંિધત ગ્રામજનોને સાવચેત કરાયા છે તેમજ પોલીસ બંદોબસ્ત  માટે પણ વહીવટી તંત્ર તરફાથી સૂચના આપવામાં આવેલી છે. વહીવટીતંત્ર તરફાથી નરાડેમ ઓવરફ્લો થવાથી લખપત તાલુકાના નરાગામ, સમેજાવાંઢ ગામ ,ભુજ તાલુકાના લુણા  તેમજ નખત્રાણા તાલુકાના લુડબાઈ, ઉઠંગડી, ધોરો ગામના લોકોને સતર્ક રહેવા જણાવાયું છે તેમજ પોલીસ વિભાગમાં પણ તકેદારીમાં પગલાં ભરવા માટે જણાવ્યું છે એમ લખપતતાલુકાના ઇન્ચાર્જ મામલતદાર શિવજીભાઈ પાયણ દ્વારા  જણાવાયુ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.