રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા
- દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છેગુજરાત, તા. 05 જુલાઈ 2022, મંગળવારઆગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ તથા સૌરાષ્ટ્રમાં સામાન્યથી છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 6,7 અને 8 જુલાઈના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આની સાથે જ અમદાવાદ, દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદ તેમજ સિટીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા#Gujarat #Rainfall #Forecast #SouthGujarat #Saurashtra #CentralGujarat #Ahmedabad #Monsoon2022 pic.twitter.com/Z0Rl9lkaIW— Gujarat Samachar (@gujratsamachar) July 5, 2022 આગામી 5 દિવસ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ હતો પરંતુ ત્યારબાદ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. મધ્યપ્રદેશમાં સેન્ટ્રલમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેને ધ્યાનમાં રાખી રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વરસાદની સાથે પવનની ગતિ પણ તેજ રહેશે. અત્યાર સુધી ગુજરાતમાં 117 મિલીમીટર વરસાદ થયો છે અને હજુ 22 મિલી મીટરની ઘટ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.